________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બંધ દ્વાર
૨૧૧ શબ્દાર્થ- અતીત = ખાલી, શૂન્ય. સવિતાવ્ = સૂર્ય. લુકે = છુપાય. ધુકે = ચાલે છે.
અર્થ:- જેવી રીતે કોઈ અજાણ્યો મહા બળવાન મનુષ્ય પોતાના બાહુબળથી કોઈ વૃક્ષને મૂળમાંથી ઉખાડી નાખે છે તેવી જ રીતે ભેદવિજ્ઞાની મનુષ્ય જ્ઞાનની શક્તિથી દ્રવ્યકર્મ અને ભાવકર્મને દૂર કરીને હલકા થઈ જાય છે. આ રીતે મોહનો અંધકાર નાશ પામે છે અને સૂર્યથી પણ શ્રેષ્ઠ કેવળજ્ઞાનની જ્યોત જાગે છે, પછી કર્મ અને નોકર્મથી છુપાઈ ન શકવા યોગ્ય અનંતશક્તિ પ્રગટ થાય છે જેથી તે સીધા મોક્ષમાં જાય છે અને કોઈના રોકયા રોકાતા નથી.પ૮.
આઠમા અધિકારનો સાર જોકે સિદ્ધાલયમાં અનંત કાર્મણ વર્ગણાઓ ભરેલી છે તોપણ સિદ્ધ ભગવાનને કર્મનો બંધ થતો નથી, અરિહંત ભગવાન યોગ સહિત હોવા છતાં અબંધ રહે છે, પ્રમાદ વિના હિંસા થઈ જવા છતાં મુનિઓને બંધ થતો નથી, સમ્યગ્દષ્ટિ જીવ અસંયમી હોવા છતાં પણ બંધ રહિત છે. એથી સ્પષ્ટ છે કે કાશ્મણ વર્ગણાઓ, યોગ, હિંસા અને અસંયમથી બંધ થતો નથી, કેવળ શુભ-અશુભ અશુદ્ધોપયોગ જ બંધનું કારણ છે. અશુદ્ધ ઉપયોગ રાગ-દ્વેષ-મોહરૂપ છે અને રાગ-દ્વેષ-મોહનો અભાવ સમ્યગ્દર્શન છે, માટે બંધનો અભાવ કરવા માટે સમ્યગ્દર્શનની સંભાળ કરવી જોઈએ. એમાં પ્રમાદ કરવો ઉચિત નથી કેમ કે સમ્યગ્દર્શન જ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થોનો દાતા છે. આ સમ્યગ્દર્શન વિપરીત અભિનિવેશ રહિત હોય છે. મેં કર્યું, મારું છે, હું ઇચ્છું તે કરીશ, એ મિથ્યાભાવ સમ્યગ્દર્શનમાં હોતો નથી. એમાં શરીર, ધન, કુટુંબ અથવા વિષય-ભોગથી વિરક્તભાવ રહે છે અને ચંચળ ચિત્તને વિશ્રામ મળે છે. સમ્યગ્દર્શન જાગૃત થતાં વ્યવહારની તલ્લીનતા રહેતી નથી, નિશ્ચયનયના વિષયભૂત નિર્વિકલ્પ અને નિરુપાધિ આત્મરામનું સ્વરૂપ-ચિંતવન હોય છે અને મિથ્યાત્વને આધીન થઈને સંસારી આત્મા જે અનાદિકાળથી ઘાણીના બળદની જેમ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો હતો તેને વિલક્ષણ શાંતિ મળે છે. સમ્યજ્ઞાનીઓને પોતાનો ઇશ્વર પોતાનામાં જ દેખાય છે; અને બંધના કારણોનો અભાવ થવાથી તેમને પરમેશ્વરપદ પ્રાપ્ત થાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com