SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૭ બંધ દ્વાર છે. ધર્મનો ઘાતક, અધર્મનો સાથી, મહાઉપદ્રવી સનેપાતના રોગી જેવો અસાવધાન થઈ રહ્યો છે. ધન-સંપત્તિ આદિનું સ્કૂર્તિથી ગ્રહણ કરે છે અને શરીરમાં સ્નેહ કરે છે, ભ્રમજાળમાં પડયો થકો એવો ભૂલી રહ્યો છે જેવો શિકારીના ઘેરામાં સસલું ભટકી રહ્યું હોય. આ મન ધજાના વસ્ત્રની જેમ ચંચળ છે, તે જ્ઞાનનો ઉદય થવાથી મોક્ષમાર્ગમાં પ્રવેશ કરે છે. પ૧. મનની સ્થિરતાનો પ્રયત્ન (દોહરા) जो मन विषै-कषायमैं , बरतै चंचल सोइ। जो मन ध्यान विचारसौं , रुकै सु अविचल होइ।। ५२ ।। શબ્દાર્થ કે = રોકાય. અવિચલ = સ્થિર. અર્થ- જે મન વિષય-કષાય આદિમાં વર્તે છે તે ચંચળ રહે છે અને જે આત્મસ્વરૂપના ચિંતવનમાં લાગ્યું રહે છે તે સ્થિર થઈ જાય છે. પર. વળી-(દોહરો) तातै विषै-कषायसौं, फेरि सु मनकी बांनि। सुद्धातम अनुभौविषै, कीजै अविचल आनि।। ५३।। શબ્દાર્થ:- બાનિ = આદત-સ્વભાવ. અવિચલ = સ્થિર. આનિ = લાવીને. અર્થ- માટે મનની પ્રવૃત્તિ વિષય-કષાયથી ખસેડીને તેને શુદ્ધ આત્માનુભવ તરફ લાવો અને સ્થિર કરો. પ૩. આત્માનુભવ કરવાનો ઉપદેશ. (સવૈયા એકત્રીસા) अलख अमूरति अरूपी अविनासी अज, निराधार निगम निरंजन निरंध है। नानारूप भेस धरै भेसकौ न लेस धरै, चेतन प्रदेस धरै चेतनकौ खंध है।। मोह धरै मोहीसौ विराजै तोमै तोहीसौ, न तोहीसौ न मोहीसौ न रागी निरबंध है। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008269
Book TitleNatak Samaysara
Original Sutra AuthorN/A
AuthorBanarasidas
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages471
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy