SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ XX Version 001: remember to check http://www.Atma Dharma.com for updates તેમણે જપ, તપ, સામાયિક, પ્રતિક્રમણાદિ ક્રિયાઓ બિલકુલ છોડી દીધી, ત્યાંસુધી કે ભગવાનને ચડાવેલું નૈવૈધ પણ ખાવા લાગ્યા. આ દશા ફકત તેમની જ નહોતી થઈ પણ તેમના મિત્ર ચન્દ્રભાણ, ઉદયકરણ અને થાનમલ્લજી આદિ પણ આ જ અંધારામાં પડી ગયા હતા અને નિશ્ચયનયનું એટલા એકાંતરૂપે ગ્રહણ કરી લીધું હતું કે નગન હોંહિં ચારોં જનેં, ફિરહિં કોઠરી માહિં; કહહિં ભયે મુનિરાજ હમ, કછૂ પરિગ્રહ નાહિં. સૌભાગ્યવશ પં. રૂપચંદજીનું આગ્રામાં આગમન થયું. પંડિતજીએ તેમને અધ્યાત્મના એકાંત રોગથી ગ્રસિત જોઈને ગોમ્મટસારરૂપ ઔષધનો ઉપચાર કર્યો. ગુણસ્થાન અનુસાર જ્ઞાન અને ક્રિયાઓનું વિધાન સારી રીતે સમજતાં જ તેમની આંખો ખુલી ગઈ તબ બના૨સી ઔહિ ભયો, સ્યાદ્વાદ પરિણતિ ૫૨ણયો; સુનિ સુનિ રૂપચંદકે બૈન, બના૨સી ભયો દિઢ જૈન. હિરદેમેં કછુ કાલિમા, હુતી સ૨દહન બીચ; સોઉ મિટી સમતા ભઈ, ૨હી ન ઊંચ ન નીચ. કેટલાક વર્ષોમાં તેમણે સૂક્તિમુક્તાવળી, અધ્યાત્મબત્તીસી, મોક્ષપૈડી, ફાગ, ધમાલ, સિન્ધુચતુર્દશી, છૂટક કવિત્ત, શિવપચ્ચીસી, ભાવના, સહસ્રનામ, કર્મછત્તીસી, અષ્ટક ગીત, વનિકા આદિ કવિતાઓની રચના કરી. આ બધી કવિતાઓ જિનાગમને અનુકૂળ જ થઈ છે સોલહ સૌ બાનવે લૌં, ક્યિો નિયત રસ પાન; પૈ કવીસુરી સબ ભઈ, સ્યાદ્વાદ ૫૨માન. ગોમ્મટસાર વાંચી લીધા પછી જ્યારે તેમના હૃદયનાં પડ ખુલી ગયાં, ત્યારે ભગવાન કુંદકુંદાચાર્ય પ્રણીત સમયસારનો ભાષા પધાનુવાદ કરવાનું શરૂ કર્યું. ભાષાસાહિત્યમાં આ ગ્રંથ અદ્વિતીય અને અનુપમ છે. એમાં ઘણી સરળતાથી અધ્યાત્મ જેવા કઠિન વિષયનું વર્ણન કર્યું છે. સંવત્ ૧૬૯૬માં એમનો એકનો એક પ્રિય પુત્ર પણ આ અસાર સંસારમાંથી વિદાય થઈ ગયો. આ પુત્રશોકનો તેમના હૃદય ઉપ૨ ઘણો ઊંડો આઘાત થયો. તેમને આ સંસાર ભયાનક દેખાવા લાગ્યો. કારણ કે Please inform us of any errors on [email protected]
SR No.008269
Book TitleNatak Samaysara
Original Sutra AuthorN/A
AuthorBanarasidas
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages471
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy