________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બંધ દ્વાર
૧૮૫
जालसौ जग-विलास भालसौ भुवन वास,
कालसौ कुटुंब काज लोक-लाज लारसी। सीठसौ सुजसु जानै बीठसौ वखत माने,
સી નાવડી રતિ તાદિ વંવત વનારસીપા ૨૨ શબ્દાર્થ:- મચ=મૃત્યુ. મિતાઈ=મિત્રતા. ગરુવાઈ=મોટાઈ. ગાર (ગાલ)=ગાળ. જોગ-જાતિ-યોગની ક્રિયાઓ. કહર=દુ:ખ, હહર=અનર્થ. હોસ=વિસ, મહત્ત્વકાંક્ષા. પુદ્ગલ-છવિ શરીરની કાન્તિ. છાર=ભસ્મ. ભાલ=બાણ ઉપરની લોઢાની અણી. લાર=મોઢાની લાળ. સીઠ નાકનો મેલ. બીઠ વિઠા. વખત = ભાગ્યોદય.
અર્થ:- સોનાને કાદવ સમાન, રાજ્યપદને અત્યંત તુચ્છ, લોકોની મૈત્રીને મૃત્યુ સમાન, પ્રશંસાને ગાળ સમાન, યોગની ક્રિયાઓને ઝેર સમાન, મંત્રાદિક યુક્તિઓને દુ:ખ સમાન, લૌકિક ઉન્નતિને અનર્થ સમાન, શરીરની કાન્તિને રાખ સમાન, સંસારની માયાને જંજાળ સમાન, ઘરના નિવાસને બાણની અણી સમાન, કુટુંબના કામને કાળ સમાન, લોકલાજને લાળ સમાન, સુયશને નાકમાં મેલસમાન અને ભાગ્યોદયને વિષ્ટા સમાન જે જાણે છે, (તે ઉત્તમ પુરુષ છે) તેને પ. બનારસીદાસજી નમસ્કાર કરે છે. ૧૯. ભાવાર્થ એ છે કે જ્ઞાની જીવ સાંસારિક અભ્યદયને એક આપત્તિ જ સમજે છે.
મધ્યમ પુરુષનો સ્વભાવ ( સવૈયા એકત્રીસા) जैसे कोऊ सुभट सुभाइ ठग-मूर खाइ,
चेरा भयौ ठगनीके घरामैं रहतु है। ठगौरी उतरि गइ तबै ताहि सुधि भई,
परयो परवस नाना संकट सहतु है।। तैसेही अनादिकौ मिथ्याती जीव जगतमैं,
डोलै आठौं जाम विसराम न गहतु है। ग्यान कला भासी भयौ अंतर उदासी पै,
तथापि उदै व्याधिसौं समाधि न लहतु है।।२०।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com