________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭)
સમયસાર નાટક निरजरा नाद गाजै ध्यान मिरदंग बाजै,
छक्यौ महानंदमैं समाधि रीझि करिकै। सत्ता रंगभूमिमै मुक्त भयौ तिहूं काल,
નાવૈ સુદ્ધાદ નર પાન સ્વાંગ ધરિા દ્દશા શબ્દાર્થ:- સંગીત=ગાયન. સખાત્ર સાથી, નાદ ધ્વનિ. છકર્યા=લીન થયો. મહાનંદ મહાન હર્ષ. રંગભૂમિ-નાટયશાળા.
અર્થ - સમ્યગ્દષ્ટિ રૂપી નટ, જ્ઞાનનો સ્વાંગ ધારણ કરીને સત્તારૂપ રંગભૂમિમાં મોક્ષ થવાને માટે સદા નૃત્ય કરે છે; પૂર્વબંધનો નાશ તેની ગાયનવિદ્યા છે, નવીન બંધનો સંવર જાણે કે તેના તાલની મેળવણી છે, નિઃશંકિત આદિ આઠ અંગ તેના સહચારી છે, સમતાનો આલાપ સ્વરોનું ઉચ્ચારણ છે, નિર્જરાની ધ્વનિ થઈ રહી છે, ધ્યાનનું મૃદંગ વાગે છે, સમાધિરૂપ ગાયનમાં લીન થઈને ખૂબ આનંદમાં મસ્ત છે. ૬૧.
સાતમા અધિકારનો સાર સંસારી જીવ અનાદિકાળથી પોતાનું સ્વરૂપ ભૂલેલા છે, એ કારણે પ્રથમ તો તેમને આત્મહિત કરવાની ભાવના જ થતી નથી, જો કોઈવાર આ વિષયમાં પ્રયત્ન પણ કરે છે તો સત્યમાર્ગ નહિ મળવાથી ઘણું કરીને વ્યવહારમાં લીન થઈને સંસારને જ વધારે છે અને અનંત કર્મોનો બંધ કરે છે પરંતુ સમ્યજ્ઞાનરૂપી ખીલાનો સહારો મળતાં ગૃહસ્થ માર્ગ અને પરિગ્રહ સંગ્રહની ઉપાધિ હોવા છતાં પણ જીવ સંસારની ચક્કીમાં પીસાતો નથી અને બીજાઓને જગતની જાળમાંથી છૂટવાનો રસ્તો બતાવે છે. તેથી મુક્તિનો ઉપાય જ્ઞાન છે, બાહ્ય આડંબર નથી. અને જ્ઞાન વિના બધી ક્રિયા ભાર જ છે, કર્મનો બંધ અજ્ઞાનની દશામાં જ થાય છે. જેવી રીતે રેશમનો કીડો પોતાની જાતે જ પોતાની ઉપર જાળ વીંટે છે તેવી જ રીતે અજ્ઞાની પોતાની જાતે જ શરીર આદિમાં અહંબુદ્ધિ કરીને પોતાની ઉપર અનંત કર્મોનો બંધ કરે છે, પણ જ્ઞાનીઓ સંપત્તિમાં હર્ષ કરતા નથી, વિપત્તિમાં વિષાદ કરતા નથી, સંપત્તિ અને વિપત્તિને કર્મજનિત જાણે છે તેથી તેમને સંસારમાં ન કોઈ પદાર્થ સંપત્તિ છે ન કોઈ પદાર્થ વિપત્તિ છે, તેઓ તો જ્ઞાન- વૈરાગ્યમાં મસ્ત રહે છે. તેમને માટે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com