________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૯
નિર્જરા દ્વાર
સામાન્ય-વિશેષ પરિગ્રહનો નિર્ણય (દોહરા) त्याग जोग परवस्तु सब, यह सामान्य विचार।
विविध वस्तु नाना विरति, यह विशेष विस्तार।।३१।। શબ્દાર્થ - પરવસ્તુ=પોતાના આત્મા સિવાય અન્ય સર્વ ચેતન-અચેતન પદાર્થ. સામાન્ય=સાધારણ. વિરતિ ત્યાગ.
અર્થ - પોતાના આત્મ સિવાય અન્ય સર્વ ચેતન-અચેતન પરપદાર્થ ત્યાગવા યોગ્ય છે એ સામાન્ય ઉપદેશ છે અને તેમના અનેક પ્રકારે ત્યાગ કરવો એ પરિગ્રહનો વિશેષ ત્યાગ છે.
ભાવાર્થ:- મિથ્યાત્વ, રાગ, દ્વેષ આદિ ચૌદ અંતરંગ પરિગ્રહ અને ધનધાન્યાદિ દસ બાહ્ય પરિગ્રહ-આ બધાનો ત્યાગ એ સામાન્ય ત્યાગ છે અને મિથ્યાત્વનો ત્યાગ, અવ્રતનો ત્યાગ, કષાયનો ત્યાગ, કુકથાનો ત્યાગ, પ્રમાદનો ત્યાગ, અભક્ષ્યનો ત્યાગ, અન્યાયનો ત્યાગ આદિ વિશેષ ત્યાગ છે. ૩૧. પરિગ્રહમાં રહેવા છતાં પણ જ્ઞાની જીવ નિષ્પરિગ્રહી છે.
(ચોપાઈ) * पूरव करम उदै रस भुंजै,
ग्यान मगन ममता न प्रयुजै। उरमै उदासीनता लहिये,
ચ દુધ પરિગ્રહવંત દિયે રૂચા શબ્દાર્થ - પૂરવ(પૂર્વ)=પહેલાનાં. ભુજે=ભોગવે. પ્રયુંજૈકલીન થાય. ઉદાસીનતા=વૈરાગ્ય. બુધ સમ્યગ્દષ્ટિ.
અર્થ:- જ્ઞાની જીવ પૂર્વે બાંધેલા કર્મના ઉદયથી સુખ-દુ:ખ બને ભોગવે છે પણ તેઓ તેમાં મમતા અને રાગ-દ્વેષ કરતા નથી, જ્ઞાનમાં જ મસ્ત રહે છે તેથી તેમને નિષ્પરિગ્રહી જ કહ્યા છે. ૩ર.
* पूर्वबद्धनिजकर्मविपाकात् ज्ञानिनो यदि भवत्युपभोगः।
तद्भवत्वथ च रागवियोगात् नूनमेति न परिग्रहभावम्।।१४।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com