________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કર્તા કર્મ ક્રિયાદ્વાર
૮૫
જીવ નિશ્ચયનયથી અકર્તા અને વ્યવહારથી કર્તા છે.
(સવૈયા એકત્રીસા) विवहार-दृष्टिसौं विलोकत बंध्यौसौ दीसै ,
निहचै निहारत न बांध्यौ यह किनिहीं। एक पच्छ बंध्यौ एक पच्छसौं अबंध सदा,
दोऊ पच्छ अपनैं अनादि धरे इनिहीं।। कोऊ कहै समल विमलरूप कोऊ कहै,
चिदानंद तैसौई बखान्यौ जैसौ जिनिहीं। बंध्यौ मानै खुल्यौ मानै दोऊ नैको भेद जानै,
सोई ग्यानवंत जीव तत्त्व पायौ तिनिहीं।। २६ ।। શબ્દાર્થ- વિલોકત જોવાથી. નિહારત=દેખવાથી. અબંધ=મુક્ત. બંધ્યો=બંધ સહિત. તૈસોઈ =તેવો જ. ખુલ્યૌ=બંધ રહિત.
અર્થ:- વ્યવહારનયથી જુઓ તો આત્મા બંધાયેલો દેખાય છે, નિશ્ચય દષ્ટિથી જુઓ તો એ કોઈથી બંધાયેલો નથી. એક નયથી બંધાયેલો અને એક નયથી સદા અબંધ-ખૂલો રહેલો છે. આવા આ પોતાના બન્ને પક્ષ અનાદિકાળથી ધારણ કરેલા છે. એક નય કર્મ સહિત અને એક નય કર્મ રહિત કહે છે, તેથી જે નયથી જેવો કહ્યો છે તેવો છે. જે બંધાયેલો અને ખુલ્લો બન્નેય વાતોને માને છે અને બન્નેનો અભિપ્રાય સમજે છે, તે જ સમ્યજ્ઞાની જીવનું સ્વરૂપ જાણે છે.ર૬.
एकस्य बद्धो न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ।
यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। २५ ।। નોટ:- આ શ્લોકથી આગળ ૪૪મા શ્લોક સધીના શ્લોકમાં એક શબ્દનો ફરક છે. બાકીના બધા જ
શ્લોકો આ જ જાતના છે. જેવી રીતે આમાં “બદ્ધ છે તે આગલા શ્લોકોમાં “બદ્ધો 'ના સ્થાનમાં “મૂઢો ', “રક્તો”, “દુષ્ટો” છે. તેથી આ ૧૯ શ્લોક આપવામાં આવ્યા નથી. બધા શ્લોકોનો એક જ આશય થાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com