________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮]
[ મોક્ષશાસ્ત્ર અવધિજ્ઞાન-જે ઈન્દ્રિય કે મનના નિમિત્ત વિના રૂપી પદાર્થોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદા સહિત પ્રત્યક્ષ જાણે તે અવધિજ્ઞાન છે.
મન:પર્યયજ્ઞાન-જે ઈન્દ્રિય કે મનના નિમિત્ત વિના જ અન્ય પુરુષના મનમાં સ્થિત રૂપી પદાર્થોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદા સહિત પ્રત્યક્ષ જાણે તે મન:પર્યયજ્ઞાન છે.
કેવળજ્ઞાન-જે સર્વ દ્રવ્યો અને તેના સર્વ પર્યાયોને યુગપત્ (એક સાથે) પ્રત્યક્ષ જાણે તે કેવળજ્ઞાન છે.
(૨) આ સૂત્રમાં ‘જ્ઞાનમ્' એવો એકવચનનો શબ્દ છે, તે એમ સૂચવે છે કે જ્ઞાનગુણ એક છે; તેના પર્યાયના આ પાંચ પ્રકાર છે; તેમાં એક પ્રકાર જ્યારે ઉપયોગરૂપ હોય ત્યારે બીજો પ્રકાર ઉપયોગરૂપ હોય નહિ, તેથી એ પાંચમાંથી એક સમયે એક જ જ્ઞાનનો પ્રકાર ઉપયોગરૂપ હોય છે.
સમ્યજ્ઞાન સમ્યગ્દર્શનપૂર્વક હોય છે; સમ્યગ્દર્શન કારણ છે અને સમ્યજ્ઞાન કાર્ય છે. સમ્યજ્ઞાન એ આત્માના જ્ઞાનગુણનો શુદ્ધ પર્યાય છે, આત્માથી કોઈ જાદી તે ચીજ નથી. સમ્યજ્ઞાનનું સ્વરૂપ નીચે પ્રમાણે છે:સભ્ય જ્ઞાન પુન: સ્વાર્થવ્યવસાયાત્મવડું વડું.”
(તત્ત્વાર્થસાર ગાથા-૧૮ પૂર્વાર્ધ, પાનું ૧૪) અર્થ - 4 = પોતાનું સ્વરૂપ. અર્થ = વિષય. વ્યવસાય = યથાર્થ નિશ્ચય. જે જ્ઞાનમાં એ ત્રણે શરતો પૂરી પડતી હોય તે સમ્યજ્ઞાન છે; અર્થાત્ જો જ્ઞાનમાં વિષયપ્રતિબોધ સાથે સાથે પોતાનું સ્વરૂપ પ્રતિભાસિત થાય અને તે પણ યથાર્થ હોય તો તે જ્ઞાન સમ્યજ્ઞાન છે.
નવમા સૂત્રનો સિદ્ધાંત શ્રી જિનેન્દ્રદેવે કહેલા જ્ઞાનના સમસ્ત ભેદને જાણીને, પરભાવોને છોડીને, નિજસ્વરૂપમાં સ્થિર થઈ, જીવ-જે ચૈતન્ય ચમત્કાર માત્ર છે તેમાં જે પ્રવેશે છે તે તુરત જ મોક્ષને પામે છે. ૯.
(જુઓ, શ્રી નિયમસાર ગાથા ૧૦ ની ટીકાનો શ્લોક ) ક્યા જ્ઞાનો પ્રમાણ છે?
તત્રમાણે ૨૦ના અર્થ:- [ તત] તે-ઉપર કહ્યાં તે પાંચ પ્રકારના જ્ઞાન જ [ પ્રમાણે ] પ્રમાણ (સાચા જ્ઞાન) છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com