SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮] [ મોક્ષશાસ્ત્ર છે.”—એવી ભાવનાને સ્થાપના કહેવામાં આવે છે. આ આરોપ ક્યાં થાય છે ત્યાં જીવોને એવી મનોભાવના થવા લાગે છે કે “આ તે જ છે.' સ્થાપના બે પ્રકારની થાય છે તદાકાર અને અતદાકાર. જે પદાર્થનો જેવો આકાર હોય તેવો આકાર તેની સ્થાપનામાં કરવો તે તદાકાર સ્થાપના” છે અને ગમે તે આકાર કરવામાં આવ્યો હોય તે “અતદાકાર સ્થાપના” છે. સદશતાને સ્થાપના નિક્ષેપનું કારણ સમજવું નહિ, પણ કેવળ મનોભાવના જ તેનું કારણ છે. જનસમુદાયની એ માનસિક ભાવના જ્યાં થાય છે ત્યાં સ્થાપનાનિક્ષેપ માનવો જોઈએ. વીતરાગ-પ્રતિમા જોતાં ઘણા જીવોને ભગવાન અને તેમની વીતરાગતાની મનોભાવના થાય છે, માટે તે સ્થાપના નિક્ષેપ છે. * દ્રવ્યનિક્ષેપ - ભૂત, ભવિષ્ય પર્યાયની મુખ્યતા લઈ તેને વર્તમાનમાં કહેવીજાણવી તે દ્રવ્યનિક્ષેપ છે. જેમ શ્રેણીક રાજા ભવિષ્યમાં તીર્થકર થવાના છે તેને વર્તમાનમાં તીર્થકર કહેવા-જાણવા, અને મહાવીર ભગવાનાદિ ભૂતકાળમાં થયેલા તીર્થકરોને વર્તમાન તીર્થકરો ગણી સ્તુતિ કરવી તે દ્રવ્યનિક્ષેપ છે. ભાવનિક્ષેપ:- કેવળ વર્તમાન પર્યાયની મુખ્યતાથી જે પદાર્થ વર્તમાન જે દશામાં છે તે રૂપ કહેવો-જાણવો તે ભાવનિક્ષેપ છે. જેમ સીમંધર ભગવાન વર્તમાન તીર્થંકરપદે મહાવિદેહમાં બિરાજે છે તેમને તીર્થકર કહેવા-જાણવા, અને મહાવીર ભગવાન હાલ સિદ્ધ છે તેમને સિદ્ધ કહેવા-જાણવા તે ભાવનિક્ષેપ છે. (૪) “સમ્યગ્દર્શનાદિ' કે “જીવાજીવાદિ' એવા શબ્દો જ્યાં વાપર્યા હોય ત્યાં ક્યો નિક્ષેપ લાગુ પડે છે તે નક્કી કરી જીવે સાચો અર્થ સમજી લેવો જોઈએ. (૫) સ્થાપનાનિલેપ અને દ્રવ્યનિક્ષેપ વચ્ચેનો ભેદ "In Sthapna the connotation is merely attributed. It is never there it cannot be there. In Dravya it will be there or has been there. The common factor between the two is that it is not there now, and to that extent connotation is fictitious in both." (English Tatvarth Sutram page-11) અર્થ:- સ્થાપનાનિક્ષેપમાં બતાવણી માત્ર આરોપિત છે, તેમાં તે (મૂળ વસ્તુ) કદી નથી, તે ત્યાં કદી હોઈ શકતી નથી. દ્રવ્યનિક્ષેપમાં તે (મૂળ વસ્તુ) ભવિષ્યમાં પ્રગટશે અથવા ભૂતમાં હતી. બે વચ્ચેનું સામાન્યપણું એટલું છે કે ૪ નોંધ:- નામનિક્ષેપ અને સ્થાપનાનિક્ષેપમાં એ અંતર છે કે નામનિક્ષેપમાં પૂજ્યઅપૂજ્યનો વ્યવહાર થતો નથી, પણ સ્થાપનાનિક્ષેપમાં પૂજ્યનો વ્યવહાર થાય છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008267
Book TitleMoksh shastra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRam Manekchand Doshi
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages710
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy