________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુજરાતી ટીકા : પરિશિષ્ટ-૧ ]
[ ૬૩૫ અને શ્રી પુરુષાર્થસિદ્ધિઉપાય શાસ્ત્રના કર્તૃત્વસંબંધમાં પણ આચાર્યભગવાન શ્રી અમૃતચંદ્રસૂરિએ જણાવ્યું છે કે-આ શાસ્ત્રના અથવા ટીકાના કર્તા પુદ્ગલદ્રવ્યો છે, હું (આચાર્ય) નથી. આ તત્ત્વ-જિજ્ઞાસુઓએ ખાસ ખ્યાલમાં રાખવાની જરૂરીયાત હોવાથી આચાર્યભગવાને તત્ત્વાર્થસાર પૂરું કરતાં પણ તે સ્પષ્ટપણે જણાવ્યું છે. માટે પ્રથમ ભેદવિજ્ઞાન પ્રાપ્ત કરી એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ પણ કરી શકે નહીં એમ નક્કી કરવું એ નક્કી કરતાં જીવને પોતા તરફ જ વળવાનું રહે છે. હવે પોતા તરફ વળતાં પોતામાં બે પડખાં છે. તેમાં એક ત્રિકાળી ચૈતન્યસ્વભાવ-જે પરમપરિણામિકભાવ કહેવાય છે-તે છે. અને બીજાં પોતાની વર્તમાન પર્યાય છે. પર્યાય ઉપર લક્ષ કરતાં વિકલ્પ (-રાગ) ટળતા નથી, માટે ત્રિકાળી ચૈતન્યસ્વભાવભાવ તરફ વળવા માટે સર્વ વીતરાગી શાસ્ત્રોની અને શ્રી ગુરુઓની આજ્ઞા છે. માટે તે તરફ વળી પોતાની શુદ્ધદશા પ્રગટાવવી એ જ જીવનું કર્તવ્ય છે. માટે તે પ્રમાણે જ કરવા સર્વ જીવોએ પુરુષાર્થ કરવો જોઈએ. તે શુદ્ધદશાને જ મોક્ષ કહે છે. “મોક્ષ” નો અર્થ નિજશુદ્ધતાની પૂર્ણતા અથવા સર્વ સમાધાન છે. અને તે જ અવિનાશી અને શાશ્વત-ખરું સુખ છે. જીવ દરેક સમયે સાચું કાયમી સુખ મેળવવા ઇચ્છે છે અને પોતાના જ્ઞાન અનુસાર ઉપાય પણ કરે છે, પણ તેને મોક્ષના સાચા ઉપાયની ખબર ન હોવાથી ઊંધા ઉપાય હરસમયે કર્યા કરે છે. તે ઊંધા ઉપાયથી પાછા હઠીને સવળા ઉપાય તરફ લાયક જીવો વળે–એટલો આ શાસ્ત્રનો હેતુ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com