________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અ. ૧૦ સૂ. ૮-૯ ]
[ ૬૧૫ ૨. બૃહદ્રવ્યસંગ્રહમાં સિદ્ધના અગુરુલઘુગુણનું વર્ણન કરતાં જણાવે છે કે જો સિદ્ધસ્વરૂપ સર્વથા ગુરુ (-ભારે ) હોય તો લોઢાના ગોળાની જેમ તેનું સદા અધ:પતન થયા કરે અર્થાત્ તે નીચે જ પડયા કરે, અને જો તે સર્વથા લઘુ (હલકું ) હોય તો જેમ પવનના ઝપાટાથી આકોલીયા વૃક્ષનું રૂ ઊડ્યા કરે છે તેમ તે સિદ્ધસ્વરૂપનું પણ નિરંતર ભ્રમણ જ થયા કરે; પરંતુ સિદ્ધસ્વરૂપ એવું નથી, તેથી તેમાં અગુરુલઘુગુણ કહેવામાં આવ્યો છે. (બહુદ્રવ્યસંગ્રહ પા. ૩૮). આ અગુરુલધુ ગુણના કારણે સિદ્ધ જીવ સદા લોકાગ્રે સ્થિર રહે છે, ત્યાંથી આગળ જતા નથી અને નીચે આવતા નથી. || ૮ાા
મુક્તજીવોમાં વ્યવહારનયે ભેદ क्षेत्रकालगतिलिंगतीर्थचारित्रप्रत्येकबुद्धबोधित
ज्ञानावगाहनान्तरसंख्याल्पबहुत्वत: साध्या।।९।। અર્થ- [ ક્ષેત્ર નિ ગતિ નિંગા તીર્થ વારિત્ર] ક્ષેત્ર, કાળ, ગતિ, લિંગ, તીર્થ, ચારિત્ર, [પ્રત્યેવૃદ્ધવોથિત જ્ઞાન પ્રવાહના અત્તર સંરથી પેવદુત્વત:] પ્રત્યેકબુદ્ધબોધિત, જ્ઞાન, અવગાહના, અંતર, સંખ્યા, અને અલ્પબડુત્વ-આ બાર અનુયોગોથી [ સાથ્ય:] મુક્ત જીવો (-સિદ્ધો) માં પણ ભેદ સાધી શકાય છે.
ટીકા
૧. ક્ષેત્ર-ઋજુસૂત્રનય અપેક્ષાએ (-વર્તમાન અપેક્ષાએ) આત્મપ્રદેશોમાં સિદ્ધ
થાય છે, આકાશપ્રદેશોમાં સિદ્ધ થાય છે, સિદ્ધક્ષેત્રમાં સિદ્ધ થાય છે. ભૂતનૈગમનયની અપેક્ષાએ પંદર કર્મભૂમિમાં જન્મેલા પુરુષો જ સિદ્ધ થાય છે. પંદર કર્મભૂમિમાં જન્મેલા પુરુષનું કોઈ દેવાદિ અન્ય ક્ષેત્રમાં
સંહરણ કરે તો અઢી દીપપ્રમાણ સમસ્ત મનુષ્યક્ષેત્રથી સિદ્ધ થાય છે. ૨. કાળ- 8ાસૂત્રનય અપેક્ષાએ એક સમયમાં સિદ્ધ થાય છે. ભૂતનૈગમનયે
ઉત્સર્પિણી તથા અવસર્પિણી બન્ને કાળમાં સિદ્ધ થાય છે; તેમાં અવસર્પિણીકાળના ત્રીજા આરાના અંત ભાગમાં ચોથા આરામાં અને પાંચમા આરાની શરૂઆતમાં (-ચોથા આરામાં જન્મ્યા હોય તેવા જીવો ) સિદ્ધ થાય છે. ઉત્સર્પિણી કાળના “દુષમસુષમ' કાળમાં ચોવીશ તીર્થંકરો થાય છે અને તે કાળમાં જીવો સિદ્ધ થાય છે (ત્રિલોકપ્રજ્ઞતિ પા. ૩૫૦) વિદેહક્ષેત્રમાં અવસર્પિણી કે ઉત્સર્પિણી એવા કાળના ભેદ નથી. પંચમકાળમાં જન્મેલા જીવો સમ્યગ્દર્શનાદિ ધર્મ પામે પણ તે ભવે મોક્ષ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com