________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અ. ૧૦ સૂ. ૬-૭ ]
[ ૬૧૩ ટીકા ચોથા સૂત્રમાં કહેલ સિદ્ધત્વગુણ જ્યારે પ્રગટે છે ત્યારે ત્રીજા સૂત્રમાં કહેલા ભાવો હોતા નથી, તેમ જ કર્મોનો પણ અભાવ થાય છે; તે જ સમયે જીવ ઊર્ધ્વગમન કરીને સીધો લોકને છેડે જાય છે અને ત્યાં કાયમ સ્થિત રહે છે. ઊર્ધ્વગમન થવાનું કારણ છઠ્ઠી- સાતમા સૂત્રમાં જણાવ્યું છે અને લોકના છેડાથી આગળ નહિ જવાનું કારણ આઠમા સૂત્રમાં જણાવ્યું છે. | પરા
મુક્તજીવના ઊર્ધ્વગમનનું કારણ पूर्वप्रयोगादसंगत्वाद्वन्धच्छेदात्तथागतिपरिणामाच्च ।।६।।
અર્થ- [પૂર્વપ્રયોગાત્] ૧. પૂર્વપ્રયોગથી, [ સાત્વીત્] ૨. સંગરહિત થવાથી, [વંધછેવા ] ૩. બંધનો નાશ થવાથી [તથા તિપરિણામ ૨] અને ૪. તથાગતિપરિણામ અર્થાત્ ઊર્ધ્વગમનસ્વભાવ હોવાથી –મુક્તજીવને ઊર્ધ્વગમન થાય છે.
નોંધ- પૂર્વપ્રયોગ એટલે પૂર્વે કરેલો પુરુષાર્થ, પ્રયત્ન, ઉધમ; આ સંબંધમાં આ અધ્યાયના બીજા સૂત્રની ટીકા તથા સાતમા સૂત્રના પહેલા દાંત ઉપરની ટીકા વાંચીને સમજવી. || ૬ાા
ઉપરના સૂત્રમાં કહેલાં ચારે કારણોના દષ્ટાંત आविद्धकुलालचक्रवद्वयपगतलेपालाबुवदेरण्डबीज
વર્ષનિશિવાવળ્યાા છતા અર્થ- મુક્તજીવ [ભાવિદ્ધની વે] ૧. કુંભારદ્વારા ધુમાવેલા ચાકની માફક પૂર્વપ્રયોગથી, [ વ્યાતિજોપકાના લુવત્ ] ૨. લેપ દૂર થયેલા તંબડાની માફક અસંગપણાથી, [ પરંડવીનવત્] ૩. એરંડના બીજની માફક બંધનરહિત થવાથી [] અને [ શિશિવાવત] ૪. અગ્નિશિખાની માફક ઊર્ધ્વગમન સ્વભાવથી ઊર્ધ્વગમન કરે છે.
ટીકા ૧. પૂર્વપ્રયોગનું દષ્ટાંત- જેમ કુંભાર ચાકને ફેરવીને હાથ લઈ લે છતાં તે ચાક પૂર્વના વેગથી ફરે છે, તેમ જીવ પણ સંસાર અવસ્થામાં મોક્ષપ્રાપ્તિ માટે વારંવાર અભ્યાસ (ઉદ્યમ, પ્રયત્ન, પુરુષાર્થ) કરતો હતો તે અભ્યાસ છૂટી જાય છે તોપણ પહેલાના અભ્યાસના સંસ્કારથી મુક્તજીવને ઊર્ધ્વગમન થાય છે.
૨. અસંગનું દષ્ટાંત –સૂંબડાને જ્યાં સુધી લેપનો સંયોગ રહે છે ત્યાંસુધી તે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com