________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
અ. ૯ ઉપસંહાર ]
[ ૬૦૩
ગણધર કે મુનિ આહાર લાવી દે છે, તેઓ પોતે જતા નથી' એમ માનવું પડે છે. હવે છદ્મસ્થદશામાં તો ભગવાન આહાર માટે કોઈ પાસે માગણી કરે નહિ અને વીતરાગ થયા પછી આહાર લાવવા માટે શિષ્યો પાસે માગણી કરે-એ તો ઘણી તાજૂબી ભરેલી વાત છે. વળી ભગવાનને અશન-પાનના સીધા દાતાર તો તે આહાર લાવનાર મુનિ થયા. ભગવાન કેટલો આહાર લેશે, શું શું લેશે, પોતે જે કાંઈ લઈ જશે તે બધું ભગવાન લેશે, તેમાંથી કાંઈ વધારશે કે નહિ?- એ વગેરે બાબત ભગવાન પોતે પ્રથમથી નક્કી કરીને મુનિને કહે, કે આહાર લાવનાર મુનિ પોતે નક્કી કરે ? તે પણ વિચારવા લાયક પ્રશ્નો છે. વળી નગ્ન મુનિ પાસે પાત્ર તો હોય નહિ તેથી તે તો આહાર લાવવા માટે નિરુપયોગી છે: તેથી, ભગવાન પોતે મુનિદશામાં નગ્ન હતા છતાં તેઓ વીતરાગ થયા પછી તેમના ગણધરાદિને પાત્ર રાખનારાં એટલે કે પરિગ્રહધારી કલ્પવા પડે અને ભગવાન તે પાત્રધારી મુનિને આહાર લાવવાની આજ્ઞા કરી એમ માનવું પડે. પણ એ બધું અસંગત છે.
૧૨. વળી જો ભગવાન જાતે અશન-પાન કરતા હોય તો ભગવાનની ધ્યાનમુદ્રા ટળી જાય કેમ કે અધ્યાનમુદ્રા સિવાય પાત્રોમાં રહેલો આહાર જોવાનું, તેના કટકા કરવાનું, કોળિયા લેવાનું, દાંતથી ચાવવાનું, ગળે ઉતારવાનું-એ વગેરે ક્રિયાઓ થઈ શકે નહિ. હવે જો ભગવાનને અધ્યાનમુદ્રા કે ઉ૫૨ની ક્રિયાઓ સ્વીકારીએ તો તે પ્રમાદ દશા થાય છે. વળી આઠમા સૂત્રમાં પરિષહો ‘પરિસોઢવ્યા: ’ એવો ઉપદેશ આપે છે, અને ભગવાન પોતે જ તેમ કરી શકતા નથી એટલે કે ભગવાન અશક્ય કાર્યોનો ઉપદેશ આપે છે એવો તેનો અર્થ થતાં ભગવાનને મિથ્યા ઉપદેશી કહેવા પડે.
૧૩. ૪૬ મા સૂત્રમાં નિગ્રંથોના ભેદ જણાવ્યા છે તેમાં ‘બકુશ’ નામનો એક પ્રકાર જણાવ્યો છે; તેમને ધર્મ પ્રભાવનાના રાગથી શરીર ઉ૫૨નો તથા શાસ્ત્ર, કમંડળ, પીંછી ઉ૫૨નો મેલ કાઢવાનો રાગ થઈ આવે છે. તે ઉપરથી કેટલાક એમ કહેવા માગે છે કે તે ‘બકુશ' મુનિને વસ્ત્ર હોવામાં વાંધો નથી. પરંતુ તેમનું એ કથન ન્યાયવિરુદ્ધ છે, એમ છઠ્ઠા અધ્યાયના તેરમા સૂત્રની ટીકામાં જણાવ્યું છે (જુઓ, પાનું ૪૧૨). વળી મુનિનું સ્વરૂપ નહિ સમજનારા એમ પણ કહેવા માગે છે કે મુનિને શરીરની રક્ષા માટે વસ્ત્રની ભાવના હોય તોપણ તેઓ ક્ષપકશ્રેણી માંડીને કેવળજ્ઞાન પ્રગટ કરી શકે છે. એ વાત પણ ખોટી છે. આ અધ્યાયના ૪૭ મા સૂત્રની ટીકામાં સંયમલબ્ધિસ્થાનોનું સ્વરૂપ આપ્યું છે તે ઉપરથી માલુમ પડશે કે બકુશમુનિ ત્રીજીવારના સંયમલબ્ધિસ્થાને અટકી જાય છે અને કષાયરતિ દશા પ્રાપ્ત કરી શકતા નથી; તો પછી ઋતુ વગેરેની વિષમતાથી શરીરની રક્ષાને માટે રાખવામાં આવતી વસ્ત્ર વગેરે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com