________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૯ સૂત્ર ૪૭ ]
[ પ૯૯ છે, કોઈ તીર્થમાં વિહાર કરે છે, કોઈ અનેક આસનરૂપ ધ્યાન કરે છે; કોઈ દૂષણ લાગ્યા હોય તેનું પ્રાયશ્ચિત્ત લે છે, કોઈ દૂષણ લગાડતા નથી, કોઈ આચાર્ય છે, કોઈ ઉપાધ્યાય છે, કોઈ પ્રવર્તક છે, કોઈ નિર્યાપક છે, કોઈ વૈયાવૃત્ય કરે છે, કોઈ ધ્યાનમાં શ્રેણીનો પ્રારંભ કરે છે; ઈત્યાદિ રોગવિકલ્પરૂપ દ્રવ્યલિંગમાં મુનિગણોને ભેદ હોય છે. મુનિના શુભભાવને દ્રવ્યલિંગ કહેવામાં આવે છે. તેના પ્રકારો ઘણા છે; તે પ્રકારોને દ્રવ્યલિંગો કહેવામાં આવે છે.
(૬) લેશ્યા- પુલોકમુનિને ત્રણ શુભ લેશ્યાઓ હોય છે. બકુશ તથા પ્રતિસેવનાકુશીલ મુનિને છએ લેશ્યા પણ હોય છે. કષાયથી અનુરંજિત યોગપરિણતિ તે લેશ્યા છે.
પ્રશ્ન- બકુશ તથા પ્રતિસેવનાકુશીલ મુનિને કૃષ્ણાદિ ત્રણ અશુભ લેશ્યાઓ કઈ રીતે હોય?
ઉત્તર- તે બન્ને પ્રકારના મુનિને ઉપકરણની કાંઈક આસકિત હોવાથી કોઈક વખતે આર્તધ્યાન પણ થઈ જાય છે અને તેથી તેમને કૃષ્ણાદિ અશુભલેશ્યા પણ હોઈ શકે છે.
કષાયશીલમુનિને કાપોત, પીત, પદ્મ અને શુક્લ એ ચાર વેશ્યાઓ હોય છે. સમ્મસાપરાય ગુણસ્થાનવર્તીને તથા નિગ્રંથને શુક્લલેશ્યા હોય છે. સ્નાતકને ઉપચારથી શુક્લલેશ્યા છે; અયોગકેવળી લેશ્યરહિત છે.
(૭) ઉપપદ (=જન્મ)-પુલાક મુનિનો ઉત્કૃષ્ટ જન્મ અઢાર સાગરના આયુ સાથે બારમા સહસ્ત્રાર કલ્પમાં થાય છે; બકુશ અને પ્રતિસેવનાકુશીલનો ઉત્કૃષ્ટ જન્મ બાવીસ સાગરના આયુ સાથે પંદરમા આરણ અને સોળમા અમ્રુત સ્વર્ગમાં થાય છે. કષાયકુશીલ અને નિગ્રંથનો ઉત્કૃષ્ટ જન્મ તેત્રીસ સાગર આયુ સાથે સર્વાર્થસિદ્ધિમાં થાય છે. આ સર્વેનો જઘન્ય જન્મ સૌધર્મ સ્વર્ગમાં બે સાગર આયુ સાથે થાય છે. સ્નાતક કેવળી ભગવાન છે તેમના ઉપપાદ નિર્વાણ મોક્ષપણે થાય છે.
(૮) સ્થાન - તીવ્ર કે મંદ કષાય હોવાના કારણે અસંખ્યાત સંયમલબ્ધિસ્થાનો હોય છે, તેમાં સૌથી નાનું સંયમ-લબ્ધિસ્થાન પુલાક મુનિને અને કષાયકુશીલને હોય છે. એ બન્ને યુગપત અસંખ્યાત લબ્ધિસ્થાનો પ્રાપ્ત કરે છે; એ અસંખ્યાત લબ્ધિસ્થાનો પછી આગળનાં લબ્ધિસ્થાનો પુલાક મુનિ પ્રાપ્ત કરી શકતા નથી. કષાયકુશીલ મુનિ તેનાથી આગળ અસંખ્યાત લબ્ધિસ્થાનો પ્રાપ્ત કરે છે.
અહીં બીજી વાર કહેલા આ અસંખ્યાત લબ્ધિસ્થાનથી કષાયકુશીલ, પ્રતિસેવનાકુશીલ અને બકુશ મુનિ એ ત્રણ યુગપત (–એકસાથે ) અસંખ્યાત લબ્ધિસ્થાનો પ્રાપ્ત કરે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com