________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
અ. ૯. સ્પષ્ટીકરણ ]
[ ૫૯૩
ખરી રીતે તો શુદ્ધભાવ જ સંવ-નિર્જરારૂપ છે. જો શુભભાવ ખરેખર સંવરનિર્જરાનું કારણ હોય તો કેવળ વ્યવહારાલંબીને બધા પ્રકારનો નિરતિચાર વ્યવહાર છે તેથી તેને શુદ્ધતા પ્રગટવી જોઈએ. પરંતુ રાગ સંવર નિર્જરાનું કારણ છે જ નહિ. અજ્ઞાની શુભભાવને ધર્મ માનતો હોવાથી તથા શુભ કરતાં કરતાં ધર્મ થશે એમ માનતો હોવાથી અને શુભ-અશુભ બન્ને ટાળતાં ધર્મ થશે એમ નહિ માનતો હોવાથી તેનો તમામ વ્યવહાર નિરર્થક છે, તેથી તેને વ્યવહા૨ાભાસી કહેવામાં આવે છે.
આવો વ્યવહાર (–જે ખરેખર વ્યવહારાભાસ છે તે) ભવ્ય તેમજ અભવ્ય જીવોએ અનંતવા૨ કર્યો છે અને તેના ફ્ળમાં અનંતવાર નવમી ત્રૈવેયકે ગયા છે, પણ તેનાથી ધર્મ થયો નથી. ધર્મ તો શુદ્ધ નિશ્ચયસ્વભાવના આશ્રયે થતા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર જ થાય છે.
શ્રી સમયસારજીમાં કહ્યું છે કે
वदसमिदीगुत्तीओ सीलतवं जिणवरेहि पण्णत्तं । कुव्वता वि अभव्व अण्णाणी मिच्छदिट्ठी दुण ।। २७३।। જિનવ૨કહેલાં વ્રત, સમિતિ, ગુપ્તિ વળી તપ-શીલને,
કરતાં છતાંય અભવ્ય જીવ અજ્ઞાની અને મિથ્યાદષ્ટિ છે. ૨૭૩. અર્થ:- જિનવરોએ કહેલાં વ્રત, સમિતિ, ગુપ્તિ, શીલ, તપ કરવા છતાં પણ અભવ્ય જીવ અજ્ઞાની અને મિથ્યાદષ્ટિ છે.
ટીકા:- શીલ અને તપથી પરિપૂર્ણ, ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિ પ્રત્યે સાવધાની ભરેલું, અહિંસાદિ પાંચ મહાવ્રતરૂપ વ્યવહારચારિત્ર અભવ્ય પણ કરે છે અર્થાત્ પાળે છે; તો પણ તે નિશ્ચારિત્ર (-ચારિત્રરહિત ) અજ્ઞાની અને મિથ્યાદષ્ટિ જ છે કારણ કે નિશ્ચયચારિત્રના કારણરૂપ જ્ઞાન શ્રદ્ધાનથી શૂન્ય છે.
ભાવાર્થ:- અભવ્ય જીવ મહાવ્રત, સમિતિ, ગુપ્તિરૂપ ચારિત્ર પાળે તોપણ નિશ્ચયસમ્યગ્નાન-શ્રદ્ધા વિના તે ચારિત્ર ‘સમ્યક્ચારિત્ર’ નામ પામતું નથી; માટે તે અજ્ઞાની, મિથ્યાદષ્ટિ અને નિશ્ચારિત્ર જ છે. (શ્રી સમયસાર પા. ૩૩૫-૩૩૬ )
નોંધ:- અહીં અભવ્ય જીવનો દાખલો આપ્યો છે, પણ આ સિદ્ધાંત વ્યવહા૨નો આશ્રય લેનાર બધા જીવોને એક સરખી રીતે લાગુ પડે છે.
૩. શુદ્ધ આત્માનો અનુભવ તે સાચો મોક્ષમાર્ગ છે. તેથી તેને નિશ્ચય કહ્યો છે. વ્રત, તપાદિ કાંઈ સાચો મોક્ષમાર્ગ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચારથી તેને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com