________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates પ૮૬ ]
[ મોક્ષશાસ્ત્ર દિષ્ટાંત શિવભૂતિ મુનિ છે; તેઓને વિશેષ શાસ્ત્રજ્ઞાન ન હોવા છતાં નિશ્ચયસ્વરૂપઆશ્રિત સમ્યજ્ઞાન હતું અને તેથી પુરુષાર્થ વધારી શુક્લધ્યાન પ્રગટ કરીને કેવળજ્ઞાન પામ્યા હતા.
(જુઓ, તત્ત્વાર્થસાર અ. ૬. ગાથા ૪૬ ની ટીકા). IT ૩૭/ શુક્લધ્યાનના ચાર ભેદોમાંથી પહેલા બે ભેદ કોને હોય તે જણાવ્યું, હવે બાકીના બે ભેદ કોને હોય છે તે જણાવે છે.
પરે વોવનિન: રૂ૮ના અર્થ- [ પરે] શુક્લધ્યાનના છેલ્લા બે ભેદ અર્થાત્ સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતિ અને વ્યુપરતક્રિયાનિવર્તિ એ બે ધ્યાન [ વતિન:] કેવળી ભગવાનને હોય છે.
ટીકા
ત્રીજો ભેદ તેરમાં ગુણસ્થાનના છેલ્લા ભાગમાં હોય છે, ત્યારપછી ચૌદમું ગુણસ્થાન પ્રગટે છે. અને ચોથો ભેદ ચૌદમાં ગુણસ્થાને હોય છે. || ૩૮ાા
શુક્લધ્યાનના ચાર ભેદ पृथक्त्वैकत्ववितर्कसूक्ष्मक्रियाप्रतिपातिव्युपरतक्रियानिवर्तीनि।। ३९ ।।
અર્થ -[ jથવસ્વ ત્વરિત ] પૃથકત્વવિતર્ક, એકત્વવિતર્ક, [ સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિવ્યપરક્રિયાનિવર્સીનિ] સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ અને વ્યુપરતક્રિયાનિવર્તિ – એ ચાર ભેદ શુક્લધ્યાનના છે. || ૩૯
યોગ અપેક્ષાએ શુક્લધ્યાનના સ્વામી
त्र्येकयोगकाययोगायोगानाम्।। ४०।। અર્થ- [ ત્રિ પૂજયો ફાયયોગ કયો Tના+] ઉપર કહેલા ચાર પ્રકારના શુક્લધ્યાન અનુક્રમે ત્રણ યોગવાળા, એક યોગવાળા, માત્ર કાયયોગવાળા અને અયોગી જીવોને હોય છે.
ટીકા
૧. પહેલું પૃથકત્વવિતર્કધ્યાન મન, વચન, કાય એ ત્રણ યોગના ધારક જીવોને હોય છે. (ગુણસ્થાન ૮ થી ૧૧)
બીજાં એકત્વવિતર્કધ્યાન ત્રણમાંથી કોઈ એક યોગના ધારકને હોય છે. (ગુણસ્થાન ૧૨)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com