________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮૪ ]
[ મોક્ષશાસ્ત્ર ધર્મધ્યાનના ભેદ आज्ञाऽपायविपाकसंस्थानविचयाय धर्म्यम्।। ३६।।
અર્થ:- [આજ્ઞાપાયવિપા સંસ્થાનવિયાય] આજ્ઞાવિચય, અપાયરિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચયને માટે ચિંતવન કરવું તે [ઘર્ચમ ] ધર્મધ્યાન છે.
ટીકા ૧. ધર્મધ્યાનના ચાર પ્રકાર નીચે પ્રમાણે છે(૧) આજ્ઞાવિચય- આગમની પ્રમાણતાથી અર્થનો વિચાર કરવો તે. (૨) અપાયરિચય- સંસારી જીવોના દુઃખનો અને તેમાંથી છૂટવાના
ઉપાયનો વિચાર કરવો તે. (૩) વિપાકવિચય- કર્મના ફળનો (-ઉદયનો) વિચાર કરવો તે. (૪) સંસ્થાનવિચય- લોકના આકારનો વિચાર કરવો તે. ૨. ઉપર્યુક્ત ચાર પ્રકારનો વિચાર(૧) વીતરાગ આજ્ઞાવિચાર, સાધક દશાનો વિચાર, હું વર્તમાનમાં કેટલી
ભૂમિકામાં છું એ સંબંધી વિચાર કરવો તે આજ્ઞાવિચય છે. (૨) બાધકતાનો વિચાર, વિધ્ર કેટલું બાકી છે તેનો તથા દુઃખના કારણોનો
વિચાર તે અપાયરિચય છે. (૩) વિપાકનો વિચાર, કર્મોદયજન્ય કપાયભાવની અસ્થિરતા ટાળવાનો
વિચાર કરવો તે વિપાકવિચય છે. (૪) સંસ્થાનવિચાર, કર્મોદયની સત્તાનો ક્યારે નાશ થશે અને મારા શુદ્ધ
આત્મદ્રવ્યનું પ્રગટ નિરાવરણ સંસ્થાન કેવા પુરુષાર્થથી પ્રગટ થાય; શુદ્ધોપયોગની આકૃતિ સહિત સ્વભાવ વ્યંજન પર્યાયનો સ્વયં સ્થિર શુદ્ધ આકાર જ્યારે પ્રગટ થશે; તે સંબંધી વિચાર કરવો તે સંસ્થાન
વિચય છે.
૩. પ્રશ્ન:- છઠ્ઠી ગુણસ્થાને તો નિર્વિકલ્પ દશા હોતી નથી તો ત્યાં ધર્મધ્યાન કેમ સંભવે ?
ઉત્તર:- છઠ્ઠી ગુણસ્થાને વિકલ્પ હોય છે ખરું, પરંતુ ત્યાં તે વિકલ્પનું સ્વામિત્વ નથી અને સમ્યગ્દર્શનની દઢતા થઈને અશુભરાગ ટળતો જાય છે, તેથી તેટલે દરજ્જ ત્યાં ધર્મધ્યાન છે, અને તેનાથી સંવર-નિર્જરા થાય છે. ચોથા અને પાંચમા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com