________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૩૮ ]
[ મોક્ષશાસ્ત્ર આદાનનિપસમિતિ- સાવધાનીપૂર્વક જોઈને વસ્તુ રાખવી, મૂકવી, તથા
ઉપાડવી તે આદાનનિક્ષેપસમિતિ છે. ઉત્સર્ગસમિતિ- જીવરહિત સ્થળમાં મળ-મૂત્રાદિનું ક્ષેપણ કરવું તે
ઉત્સર્ગસમિતિ છે. આ વ્યવહાર-વ્યાખ્યા છે, તે માત્ર નિમિત્તનૈમિત્તિક સંબંધ બતાવે છે, પરંતુ જીવ પરદ્રવ્યનો કર્તા છે અને પારદ્રવ્યની અવસ્થા જીવનું કર્મ છે- એમ સમજવું નહિ. | ૫ IT
બીજા સૂત્રમાં સંવરનાં છ કારણો જણાવ્યાં છે. તેમાંથી સમિતિ અને ગુતિનું વર્ણન પૂરું થયું. હવે દશ ધર્મનું વર્ણન કરે છે.
| દશ ધર્મ उत्तमक्षमामार्दवार्जवशौचसत्यसंयमतपस्त्यागाकिंचन्य
બ્રહ્મચર્યામાં ધર્મ:ના દ્દા અર્થ:- [ ૩ત્તમ ક્ષમા માર્વવ લર્નવ શૌચ સત્ય] ઉત્તમ ક્ષમા, ઉત્તમ માર્દવ, ઉત્તમ આર્જવ, ઉત્તમ શૌચ, ઉત્તમ સત્ય, [ સંયમ તY: ત્યારે ગાવિન્ય બ્રહ્મવેર્યાળિ] ઉત્તમ સંયમ, ઉત્તમ તપ, ઉત્તમ ત્યાગ, ઉત્તમ આકિંચન્ય અને ઉત્તમ બ્રહ્મચર્ય [ઘ] એ દશ ધર્મો છે.
ટીકા ૧. પ્રશ્ન- આ દશ પ્રકારનો ધર્મ શા માટે કહ્યો?
ઉત્તરઃ- પ્રવૃત્તિને રોકવા માટે પ્રથમ ગુમિ જણાવી; તે ગુમિમાં પ્રવર્તવા જીવ જ્યારે અસમર્થ હોય ત્યારે પ્રવૃત્તિનો ઉપાય કરવા માટે સમિતિ કહી. એ સમિતિમાં પ્રવર્તનારા મુનિને પ્રમાદ દૂર કરવા માટે આ દશ પ્રકારનો ધર્મ જણાવ્યો છે.
૨. ઉત્તમ:- આ સૂત્રમાં જણાવેલો “ઉત્તમ” શબ્દ ક્ષમા વગેરે દશે બોલોને લાગુ પડે છે; તે શબ્દ ગુણવાચક છે. ઉત્તમ ક્ષમાદિ કહેવાથી અહીં રાગરૂપ ક્ષમા ન લેવી પણ સ્વરૂપના ભાનસહિત ક્રોધાદિ કષાય અભાવરૂપ ક્ષમા સમજવી. ઉત્તમક્ષમાદિ ગુણો પ્રગટતાં ક્રોધાદિ કષાયનો અભાવ થાય છે, તેથી આમ્રવની નિવૃત્તિ થાય છે, એટલે કે સંવર થાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com