________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૩૦ ]
[ મોક્ષશાસ્ત્ર સંવરના કારણો स गुप्तिसमितिधर्मानुप्रेक्षापरीषहजयचारित्रैः।।२।।
અર્થ- [ ગુણિ સમિતિ] ત્રણ ગુતિ, પાંચ સમિતિ, [ ધર્મ અનુપ્રેક્ષા] દશ ધર્મ, બાર અનુપ્રેક્ષા, પરીષદનય વારિત્રે.] બાવીસ પરિષહજય અને પાંચ ચારિત્ર એ છે કારણોથી [સ:] તે સંવર થાય છે.
ટીકા
૧. જે જીવને સમ્યગ્દર્શન હોય તેને જ સંવરના આ છે કારણો હોય છે; મિથ્યાષ્ટિને આ છે કારણોમાંથી એક પણ સાચું હોતું નથી. સમ્યગ્દષ્ટિ ગૃહસ્થને તેમજ સાધુને આ છ એ કારણો યથાસંભવ હોય છે (જુઓ, પુરુષાર્થસિદ્ધિ-ઉપાય, ગાથા ૨૦૩, ટીકા) સંવરના આ છે કારણોનું યથાર્થ સ્વરૂપ સમજ્યા વગર સંવરનું સ્વરૂપ સમજવામાં પણ જીવની ભૂલ થયા વગર રહે નહિ. માટે આ છે કારણોનું યથાર્થ સ્વરૂપ સમજવું જોઈએ.
૨. ગુતિનું સ્વરૂપ (૧) મન-વચન-કાયાની ચેષ્ટા મટે, પાપચિંતવન ન કરે, મૌન ધારે તથા ગમનાદિ ન કરે તેને કેટલાક જીવો ગુપ્તિ માને છે; પણ તે ગુપ્તિ નથી; કેમ કે જીવને મનમાં ભક્તિ વગેરે પ્રશસ્તરાગાદિના ઘણા પ્રકારના વિકલ્પો થાય છે અને વચનકાયાની ચેષ્ટા રોકવાનો ભાવ તે તો શુભપ્રવૃત્તિ છે; પ્રવૃત્તિમાં ગુણિપણે બને નહિ. વીતરાગભાવ થતાં જ્યાં મન-વચન-કાયાની ચેષ્ટા થાય નહિ ત્યાં સાચી ગુતિ છે. ખરી રીતે ગુમિનો એક જ પ્રકાર છે અને તે વીતરાગભાવરૂપ છે. ગુણિના ત્રણ પ્રકાર નિમિત્તની અપેક્ષાએ કહ્યા છે. મન-વચન-કાયા એ તો પરદ્રવ્ય છે, તેની કોઈ ક્રિયા બંધનું કે અબંધપણાનું કારણ નથી. વીતરાગભાવ થતાં જેટલે અંશે મનવચન-કાયા તરફ જીવ જોડાતો નથી તેટલે અંશે નિશ્ચયગુતિ છે, અને તે જ સંવરનું કારણ છે.
(૨) નયોના રાગને છોડી, જે જીવો પોતાના સ્વરૂપમાં ગુપ્ત થાય છે તે જીવોને ગુતિ હોય છે. તેમનું ચિત્ત વિકલ્પજાળથી રહિત શાંત થાય છે અને તેઓ સાક્ષાત્ અમૃતરસ પીએ છે. આ સ્વરૂપગુતિની શુક્રિયા છે. જેટલા અંશે વીતરાગદશા થઈને સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે તેટલા અંશે ગુતિ છે; તે દશામાં ક્ષોભ મટે છે અને અતીન્દ્રિય સુખ અનુભવાય છે (જુઓ, શ્રી સમયસાર કલશ ૬૯, પા. ૧૭૫ ).
(૩) સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પૂર્વક લૌકિક વાંછારહિત થઈને યોગોનો યથાર્થ નિગ્રહ કરવો તે ગુતિ છે. યોગોના નિમિત્તથી આવનારા કર્મોનું આવવું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com