________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષશાસ્ત્ર - ગુજરાતી ટીકા અધ્યાય નવમો
ભુમિકા
૧. આ અધ્યાયમાં સંવર અને નિર્જરાતત્ત્વનું વર્ણન છે. આ મોક્ષશાસ્ત્ર હોવાથી સૌથી પહેલાં મોક્ષનો ઉપાય બતાવ્યો કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા તે મોક્ષમાર્ગ છે. પછી સમ્યગ્દર્શનનું લક્ષણ તત્ત્વાર્થશ્રદ્ધાને કહ્યું અને સાત તત્ત્વોના નામ દર્શાવ્યા; ત્યારપછી અનુક્રમે તે તત્ત્વોનું વર્ણન કર્યું છે, તેમાંથી જીવ, અજીવ, આસ્રવ અને બંધ એ ચાર તત્ત્વોનું વર્ણન અત્યાર સુધીમાં કર્યું છે. હવે આ અધ્યાયમાં સંવર તથા નિર્જરા એ બંને તત્ત્વોનું વર્ણન કર્યું છે અને ત્યારપછી છેલ્લા અધ્યાયમાં મોક્ષતત્ત્વનું વર્ણન કરીને આ શાસ્ત્ર આચાર્યદેવે પુરું કર્યું છે.
૨. અનાદિ મિથ્યાષ્ટિ જીવને સાચાં સંવર અને નિર્જરાતત્ત્વ કદી પ્રગટયાં નથી; તેથી તેને આ સંસારરૂપ વિકારીભાવો ઊભા રહ્યા છે અને સમયે સમયે અનંત દુઃખ પામે છે. તેનું મૂળકારણ મિથ્યાત્વ જ છે. ધર્મની શરૂઆત સંવરથી થાય છે અને સમ્યગ્દર્શન તે જ પ્રથમ સંવર છે; તેથી ધર્મનું મુળ સમ્યગ્દર્શન છે. સંવરનો અર્થ જીવના વિકારીભાવોને અટકાવવા તે છે; સમ્યગ્દર્શન પ્રગટ કરતાં મિથ્યાત્વભાવ અટકે છે તેથી સૌથી પહેલાં મિથ્યાત્વભાવનો સંવર થાય છે.
૩ સંવરનું સ્વરૂપ (૧) “સંવર' શબ્દનો અર્થ “રોકવું' થાય છે. છઠ્ઠા-સાતમા અધ્યાયમાં જણાવેલા આસ્રવને રોકવો તે સંવર છે. જીવ જ્યારે આસ્રવ ભાવને રોકે ત્યારે જીવમાં કોઈ ભાવનો ઉત્પાદ તો થવો જ જોઈએ. જે ભાવનો ઉત્પાદ થતાં આસવભાવ રોકાય તે સંવરભાવ છે. સંવરનો અર્થ વિચારતાં તેમાં નીચેના ભાવો આવે છે:
૧. આસ્રવ રોકાતાં આત્મામાં જે પર્યાયનો ઉત્પાદ થાય છે તે શુદ્ધોપયોગ છે; તેથી ઉત્પાદ અપેક્ષાએ સંવરનો અર્થ શુદ્ધોપયોગ થાય છે. ઉપયોગસ્વરૂપ શુદ્ધાત્મામાં ઉપયોગનું રહેવું-ટકવું તે સંવર છે. (જુઓ, શ્રી સમયસાર ગાથા ૧૮૧)
૨. ઉપયોગસ્વરૂપ શુદ્ધાત્મામાં જ્યારે જીવનો ઉપયોગ રહે છે ત્યારે નવો વિકારી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com