SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૮ સૂત્ર ૧ ] [ ૪૯૭ ૭. ગૃહતમિથ્યાત્વના ભેદ ગૃહીતમિથ્યાત્વના પાંચ ભેદ છે- (૧) એકાંત મિથ્યાત્વ; (૨) સંશય મિથ્યાત્વ; (૩) વિનય મિથ્યાત્વ; (૪) અજ્ઞાન મિથ્યાત્વ; અને (૫) વિપરીત મિથ્યાત્વ. તે દરેકની વ્યાખ્યા નીચે મુજબ છે. (૧) એકાંત મિથ્યાત્વ-પદાર્થનું સ્વરૂપ અનેકાંતમય (અનેક ધર્મોવાળું) હોવા છતાં તેને સર્વથા એક જ ધર્મવાળું માનવું તે એકાંત મિથ્યાત્વ છે. જેમ કે જીવને સર્વથા ક્ષણિક અથવા સર્વથા નિત્ય માનવો તે એકાંત મિથ્યાત્વ છે. (૨) સંશય મિથ્યાત્વ- આત્મા પોતાના કાર્યનો કર્તા થતો હશે કે પર વસ્તુના કાર્યનો કર્તા થતો હશે? એ વગેરે પ્રકારે સંશય રહેવો તે સંશય મિથ્યાત્વ છે. (૩) વિપરીત મિથ્યાત્વ-સગ્રંથને નિગ્રંથ માનવા, મિથ્યાષ્ટિ સાધુને સાચા ગુરુ માનવા, કેવળીના સ્વરૂપને વિપરીત પણે માનવું ઇત્યાદિ પ્રકારે ઊંઘી રુચિ તે વિપરીત મિથ્યાત્વ છે. (૪) અજ્ઞાન મિથ્યાત્વ-જ્યાં હિત-અહિતનો કાંઈ પણ વિવેક ન હોય, કે કાંઈ પણ પરીક્ષા કર્યા વગર ધર્મની શ્રદ્ધા કરવી તે અજ્ઞાન મિથ્યાત્વ છે. જેમ કે પશુધમાં ધર્મ માનવો તે અજ્ઞાન મિથ્યાત્વ છે. (૫) વિનય મિથ્યાત્વ- સમસ્ત દેવને તથા સમસ્ત ધર્મમતોને સરખા માનવા તે વિનય મિથ્યાત્વ છે. ૮. ગૃહીતમિથ્યાત્વના પાંચ ભેદોનો વિશેષ ખુલાસો (૧) એકાંત મિથ્યાત્વ- વસ્તુને સર્વથા અસ્તિરૂપ, સર્વથા નાસ્તિરૂપ, સર્વથા એકરૂપ, સર્વથા અનેકરૂપ, સર્વથા નિત્ય, સર્વથા અનિત્ય, ગુણ-પર્યાયોથી સર્વથા અભિન્ન, ગુણ-પર્યાયોથી સર્વથા ભિન્ન ઇત્યાદિ સ્વરૂપે માનવી તે એકાંત મિથ્યાત્વ છે; વળી, કાળ જ બધું કરે છે, કાળ જ બધાનો નાશ કરે છે, કાળ જ ફળ, ફૂલ વગેરેને ઉપજાવે છે, કાળ જ સંયોગ-વિયોગ કરાવે છે, કાળ જ ધર્મ પમાડે છેઇત્યાદિ માન્યતા જુઠી છે, તે એકાંત મિથ્યાત્વ છે. દરેક વસ્તુ પોતે પોતાના કારણે પોતાની પર્યાય ધારણ કરે છે, તે જ તે વસ્તુનો સ્વકાળ છે અને તે વખતે વર્તતી કાળદ્રવ્યની પર્યાય (સમય) તે નિમિત્ત છે; આમ સમજવું તે યથાર્થ સમજણ છે અને તે વડ એકાંત મિથ્યાત્વનો નાશ થાય છે. કોઈ કહે છે કે આત્મા તો અજ્ઞાની છે, આત્મા અનાથ છે; આત્માનાં સુખ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008267
Book TitleMoksh shastra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRam Manekchand Doshi
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages710
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy