________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૯૪ ]
[ મોક્ષશાસ્ત્ર તથા આ જીવને આધીન થઈ પરિણમતા નથી; છતાં પણ તેમાં આ જીવ મમકાર કરે છે કે “આ બધાં મારાં છે, ” પણ એ કોઈ પણ પ્રકારથી તેનાં થતાં નથી, માત્ર પોતાની માન્યતાથી જીવ તેને પોતાનાં માને છે.
(૩) મનુષ્યાદિ અવસ્થામાં કોઈ વેળા દેવ-ગુરુ-શાસ્ત્ર અથવા ધર્મનું જે અન્યથા કલ્પિત સ્વરૂપ હોય તેની તો પ્રતીત કરે છે પણ તેઓનું જે યથાર્થ સ્વરૂપ છે તેની પ્રતીત કરતો નથી.
(૪) જગતની દરેક વસ્તુ અર્થાત્ દરેક દ્રવ્યો પોતપોતાને આધીન પરિણમે છે, પણ આ જીવ તેમ માનતો નથી અને પોતે તેને પરિણાવી શકે અથવા કોઈ વખતે અંશે પરિણમાવી શકે-એમ માને છે.
ઉપર પ્રમાણે બધી માન્યતા મિથ્યાષ્ટિની છે. પોતાનું અને પરદ્રવ્યોનું જેવું સ્વરૂપ નથી તેવું માનવું તથા જેવું છે તેવું ન માનવું તે વિપરીત અભિપ્રાય હોવાથી મિથ્યાદર્શન છે.
(૫) જીવ અનાદિકાળથી અનેક શરીર ધારણ કરે છે, પૂર્વનું છોડી નવીન ધારણ કરે છે, ત્યાં એક તો પોતે આત્મા (જીવ) તથા અનંત પુદગલ પરમાણુમય શરીર-એ બન્નેના એક પિંડ બંધનરૂપ એ અવસ્થા હોય છે, તેમાં તે સર્વમાં “આ હું છું' એવી અહંબુદ્ધિ કરે છે. જીવ તો જ્ઞાનસ્વરૂપ છે અને પુલ પરમાણુઓનો સ્વભાવ વર્ણ-ગંધ-રસ-સ્પાર્શાદિ છે, એ સર્વને પોતાનું સ્વરૂપ માની “આ મારાં છે” એવી બુદ્ધિ કરે છે. હાલવું-ચાલવું ઇત્યાદિ ક્રિયા શરીર કરે છે તેને “હું કરું છું” એમ જીવ માને છે. અનાદિથી ઇંદ્રિયજ્ઞાન તરફ લક્ષ છે તેથી અમૂર્તિક એવો પોતે તો પોતાને ભાસતો નથી અને મૂર્તિક એવું શરીર જ ભાસે છે, તેથી અન્યને પોતારૂપ જાણીને જીવ તેમાં અહંબુદ્ધિ ધારણ કરે છે. પોતાનું સ્વરૂપ પોતાને પરથી જાદુ ન ભાસ્યું એટલે શરીર, જ્ઞાનાદિગુણ, ક્રોધાદિ વિકાર તથા સગાસંબંધીનો સમુદાય તે સર્વેમાં પોતે અહંબુદ્ધિ ધારે છે. વળી પોતાને અને શરીરને નિમિત્ત-નૈમિત્તિક ધનિષ્ટ સંબંધ હોવાથી શરીરથી પોતાની ભિન્નતા યથાર્થપણે ભાસતી નથી. (આત્માના સ્થાનનું ચલન થતું હોય ત્યારે શરીરનું સ્થાન પણ ચલનરૂપ હોય જતેથી ઘનિષ્ટ સંબંધ કહ્યો છે.)
(૬) પોતાનો સ્વભાવ તો જ્ઞાતાદષ્ટા છે છતાં પોતે કેવળ દેખવા જાણવાવાળો તો રહેતો નથી, પણ જે જે પદાર્થોને દેખું-જાણે છે તેમાં ઇષ્ટ-અનિષ્ટપણે માને છે; એ ઇષ્ટઅનિષ્ટપણે માનવું તે મિથ્યા છે કારણ કે કોઈ પણ પર પદાર્થ ઇષ્ટ-અનિષ્ટરૂપ નથી. પદાર્થોમાં જ ઈષ્ટ-અનિષ્ટપણું હોય તો જે પદાર્થ ઇષ્ટરૂપ હોય તે સર્વેને ઇષ્ટરૂપ જ થાય તથા જે પદાર્થ અનિષ્ટરૂપ હોય તે સર્વને અનિષ્ટરૂપ જ થાય, પણ એમ તો થતું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com