________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૭ સૂત્ર ઉપસંહાર ]
[ ૪૮૯ જીવો પણ મોટે ભાગે શુભભાવને ધર્મ અગર તો ધર્મનો સહાયક માને છે-તે માન્યતા ખરી નથી. શુભભાવ તે ધર્મનું કારણ નથી પણ કર્મબંધનું કારણ છે એ વાત છઠ્ઠા અને સાતમા અધ્યાયમાં કરી છે, તેની ટૂંક નોંધ નીચે પ્રમાણે છે૧. શુભભાવ પુણ્યનો આસ્રવ છે.
અ. ૬. સૂ. ૩ ૨. સમ્યત્વક્રિયા, ઈર્યાપથ સમિતિ
અ. ૬. સૂ. ૫ ૩. મંદ કષાય તે આસ્રવ છે.
અ. ૬. સૂ. ૬ ૪. સર્વ પ્રાણીઓ અને વ્રતધારી પ્રત્યે અનુકંપા
અ. ૬. સુ. ૧૮ ૫. માદવ
અ. ૬. સૂ. ૧૮ ૬. સરાગસંયમ, સંયમસંયમ.
અ. ૬. સૂ. ૨૦ ૭. યોગોની સરળતા.
અ. ૬. સૂ. ૨૩ ૮. તીર્થકરકર્મબંધના કારણરૂપ સોળ ભાવના.
અ. ૬. સૂ. ૨૪ ૯. પર પ્રશંસા, આત્મનિંદા, નમ્રવૃત્તિ, મદનો અભાવ. અ. ૬. સૂ. ર૬ ૧૦. મહાવ્રત, અણુવ્રત.
અ. ૭. સૂ. ૧ થી ૮ તથા ૨૧ ૧૧. મૈત્રી વગેરે ચાર ભાવનાઓ.
અ. ૭. સૂ. ૧૧ ૧૨. જગત્ અને કાયના સ્વભાવનો વિચાર.
અ. ૭. સૂ. ૧૨ ૧૩. સલ્લેખના.
અ. ૭. સૂ. ૨૨ ૧૪. દાન.
અ. ૭. સૂ. ૩૮-૩૯ ઉપર કહેલા બધા બોલોને આસ્રવ તરીકે વર્ણવ્યા છે. એ રીતે છઠ્ઠી અને સાતમાં અધિકારમાં આસ્રવનું વર્ણન પૂરું કરીને હવે આઠમા અધિકારમાં બંધનું વર્ણન કહેવામાં આવશે.
૭. હિંસા, જુઠું, ચોરી, કુશીલ અને પરિગ્રહનો ત્યાગ તે વ્રત છે-એમ શ્રી અમૃતચંદ્રાચાર્ય તત્ત્વાર્થસારના ચોથા અધ્યાયની ૧૦૧ મી ગાથામાં કહ્યું છે. એટલે કે વ્રત પુણ્યાસ્રવ છે એમ જણાવ્યું છે. ગાથા ૧૦૩ માં કહ્યું કે-સંસારમાર્ગમાં પુણ્ય અને પાપ વચ્ચે ભેદ છે; પણ ત્યારપછી ગાથા ૧૦૪ માં સ્પષ્ટપણે જણાવ્યું કે-મોક્ષમાર્ગમાં પુણ્ય અને પાપ વચ્ચે ભેદ ( વિશેષ, જુદાપણું) નથી. કેમકે તે બન્ને સંસારનું કારણ છે-આ પ્રમાણે જણાવીને આસ્રવ અધિકાર પૂરો કર્યો છે.
૮. પ્રશ્ન- વ્રત તો ત્યાગ છે, જો ત્યાગને પુણાસ્રવ કહેશો પણ ધર્મ નહિ કહો તો ત્યાગનો ત્યાગ તે ધર્મ કેમ થઈ શકે?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com