________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૭ સૂત્ર ૨૩ ]
| [ ૪૭૫ ઉત્તર:- રાગ-દ્વેષ-મોથી લેપાયેલ જીવ ઝેર, શસ્ત્ર વગેરેથી ઘાત કરે તે આત્મઘાત છે, પણ સમાધિપૂર્વક સલ્લેખના મરણ કરે તેમાં રાગાદિક નથી અને આરાધના છે તેથી તેને આત્મઘાત નથી. પ્રમત્તયોગ રહિત અને આત્મજ્ઞાન સહિત જે જીવ, કલેવર અવશ્ય વિનાશિક છે એમ જાણીને તે પ્રત્યેનો રાગ ઓછો કરે છે તેને હિંસા નથી. || ૨૨T
સમ્યગ્દર્શનના પાંચ અતિચાર शंकाकांक्षाविचिकित्सान्यदृष्टिप्रशंसासंस्तवाः
सम्यग्दृष्टेरतीचाराः।। २३ ।। અર્થ:- [ શંશા વકાંક્ષા વિવિવિજ્ઞાશંકા, કાંક્ષા, વિચિકિત્સા, [અન્યદષ્ટિપ્રશંસા સંસ્તવા: ] અન્યદષ્ટિની પ્રશંસા અને અન્યદષ્ટિનું સંસ્તવ-એ પાંચ [ સચદ: મતીવીરT:] સમ્યગ્દર્શનના અતિચારો છે.
ટીકા ૧. જે જીવનું સમ્યગ્દર્શન નિર્દોષ હોય તે વ્રત બરાબર પાળી શકે છે તેથી અહીં પ્રથમ સમ્યગ્દર્શનના અતિચારો જણાવ્યા છે, કે જેથી તે અતિચાર ટાળી શકાય. ઔપથમિકસમ્યકત્વ અને ક્ષાયિક સમ્યકત્વ તો નિર્મળ હોય છે, તેમાં અતિચાર હોતા નથી. ક્ષાયોપથમિક સમ્યકત્વ ચળ, મળ અને અગાઢ એ દોષ સહિત હોય છે એટલે તેમાં અતિચાર લાગે છે.
૨. સમ્યગ્દષ્ટિને આઠ ગુણ (–અંગ, લક્ષણ અર્થાત્ આચાર) હોય છે, તેનાં નામ-નિઃશંકા, નિઃકાંક્ષા, નિવિચિકિત્સા, અમૂઢદષ્ટિ, ઉપગૂઠન, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના.
. સમ્યગ્દર્શનના પાંચ અતિચાર કહ્યા તેમાંથી પહેલા ત્રણ તો નિ:શંકિતાદિ પહેલા ત્રણ ગુણોમાં આવતા દોષો છે. અને બાકીના બે અતિચારોનો સમાવેશ છેલ્લા પાંચ ગુણોના દોષમાં થાય છે. આ અતિચારો ચોથાથી સાતમાં ગુણસ્થાનવાળા ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિને હોય છે એટલે કે ક્ષાયોપથમિક સમ્યગ્દર્શનવાળા મુનિ, શ્રાવક કે સમ્યગ્દષ્ટિ-એ ત્રણને આ અતિચાર હોઈ શકે છે. આ અતિચારમાં સમ્યકત્વમોહનીયનો ઉદય નિમિત્ત છે. અંશે ભંગ થાય (અર્થાત્ દોષ લાગે) તેને અતિચાર કહે છે, તેના પરિણામે સમ્યગ્દર્શન નિર્મૂળ થતું નથી, માત્ર મલિન થાય છે.
૪. શુદ્ધાત્મસ્વભાવની પ્રતીતિરૂપ નિશ્ચયસમ્યગ્દર્શનના સભાવમાં સમ્યગ્દર્શન
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com