________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૭ સૂત્ર ૧૪-૧૫ ]
[ ૪૬૭ ૩. પ્રશ્ન- વચન તે તો પુદ્ગલ દ્રવ્યની પર્યાય છે, જીવ તેને કરી શકતો નથી, છતાં અસત્યવચનથી જીવને કેમ પાપ લાગે છે?
ઉત્તર- ખરેખર પાપ કે બંધન અસત્યવચનથી થતું નથી પણ “પ્રમત્તયો'તુ' એટલે કે પ્રમાદના સંયોગથી જ પાપ લાગે છે અને બંધન થાય છે. અસત્ય વચન જડ છે તે તો માત્ર નિમિત્ત છે. જ્યારે જીવ અસત્ય બોલવાના ભાવ કરે ત્યારે જ પુદ્ગલ પરમાણુઓ વચનરૂપે પરિણમવા લાયક હોય તો અસત્ય વચનરૂપે જ પરિણમે. જીવ અસત્ય બોલવાના ભાવ કરે છતાં ત્યાં પુદ્ગલ પરમાણુઓ વચનરૂપે ન પણ પરિણમે; એમ થાય તો પણ જીવનો વિકારીભાવ તે જ પાપ છે અને તે બંધનું કારણ છે.
પ્રમાદ બંધનું કારણ છે એમ આઠમા અધ્યાયના પહેલા સૂત્રમાં કહેશે.
૪. સમ્યગ્દષ્ટિ જીવોને ચોથા ગુણસ્થાને અનંતાનુબંધી કષાય પૂર્વકનો પ્રમાદ ટળી જાય છે; પાંચમાં ગુણસ્થાને અનંતાનુબંધી તથા અપ્રત્યાખ્યાન કષાય પૂર્વકનો પ્રમાદ ટળી જાય છે; છઠ્ઠી ગુણસ્થાને અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન કષાય પૂર્વકનો પ્રમાદ ટળી જાય છે, પણ સંજ્વલનના તીવ્ર કષાય પૂર્વકનો પ્રસાદ હોય છે. આમ ઉત્તરોત્તર પ્રમાદ ટળતો જાય છે, અને બારમા ગુણસ્થાને સર્વ કષાયનો નાશ થાય છે.
૫. ઉલ વચન, વિનય વચન અને પ્રિય વચનરૂપ ભાષાવર્ગણા સમસ્ત લોકમાં ભરેલી છે, તેનું કાંઈ કમીપણું નથી, કાંઈ કિંમત આપી લાવવી પડતી નથી, વળી મીઠાં કોમળરૂપ વચનો બોલવાથી જીભ દુઃખતી નથી, શરીરમાં કષ્ટ ઉપજતું નથી-આમ સમજીને, અસત્ય વચનને દુઃખનું મૂળ જાણી શીઘ્ર તેનો ત્યાગ કરવો જોઈએ અને સત્ય તથા પ્રિય વચનની જ પ્રવૃત્તિ કરવી જોઈએ. | ૧૪
સ્તેય (ચોરી) નું સ્વરૂપ
૩૫ વત્તાવાસં સ્તેયમા ૨૬ ના અર્થ - પ્રમાદના યોગથી, [વત્તાવાન] દીધા વગર કોઈ પણ વસ્તુને ગ્રહણ કરવી તે [સ્તેયન્] ચોરી છે.
ટીકા
પ્રશ્ન- કર્મવર્ગણા અને નોકર્મવર્ગણાઓનું ગ્રહણ તે ચોરી કહેવાય કે નહિ?
ઉત્તર:- તે ચોરી ન કહેવાય; જ્યાં લેવા-દેવાનો સંભવ હોય ત્યાં ચોરીનો વ્યવહાર થાય છે-એ હેતુથી “સત્ત' શબ્દ મૂક્યો છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com