________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૪૬૦ ]
[ મોક્ષશાસ્ત્ર
(પા. ૩૯૪) “ જે વ્યવહારથી મોહી થઈને ૫દ્રવ્યનું કર્તાપણું માને છે તેલૌકિકજન હો કે મુનિજન હો-મિથ્યાદષ્ટિ જ છે.”
66
(પા. ૩૯૪) કારણ કે આ લોકમાં એક વસ્તુનો અન્ય વસ્તુની સાથે સઘળોય સંબંધ જ નિષેધવામાં આવ્યો છે, તેથી જ્યાં વસ્તુભેદ છે અર્થાત્ ભિન્ન વસ્તુઓ છે ત્યાં કર્તાકર્મ ઘટના હોતી નથી- એમ મુનિજનો અને લૌકિકજનો તત્ત્વને (વસ્તુના યથાર્થ સ્વરૂપને ) અકર્તા દેખો (−કોઈ કોઈનું કર્તા નથી, પરદ્રવ્ય પ૨નું અકર્તા જ છે એમ શ્રદ્ધામાં લાવો ).”
આવી સાચી બુદ્ધિને શિવબુદ્ધિ અથવા કલ્યાણકારી બુદ્ધિ કહેવાય છે.
શરીર, સ્ત્રી પુત્ર, ધન વગેરે પ૨વસ્તુઓમાં જીવનો સંસાર નથી; પણ હું તે પદ્રવ્યોનું કાંઈ કરી શકું અથવા તેમનાથી મને સુખ-દુઃખ થાય એવી ઊંધી માન્યતા (મિથ્યાત્વ ) તે જ સંસાર છે. સંસાર એટલે (સં+સાર) સારી રીતે સરી જવું. જીવ પોતાના સ્વરૂપની સાચી માન્યતામાંથી સારી રીતે સરી જવાનું કાર્ય ( અર્થાત્ ઊંધી માન્યતારૂપી કાર્ય) અનાદિથી કરે છે તેથી તે સંસારઅવસ્થાને પ્રાપ્ત થયો છે. આ રીતે જીવની વિકારી અવસ્થા તે જ સંસાર છે, પણ જીવનો સંસાર જીવથી બહા૨ નથી. દરેક જીવ પોતે પોતાના ગુણ-પર્યાયોમાં છે, પોતાના ગુણ-પર્યાયો તે જીવનું સ્વ-જગત છે. જીવમાં જગતના અન્ય દ્રવ્યો નથી અને જગતનાં અન્ય દ્રવ્યોમાં આ જીવ નથી.
આવા પ્રકારે જગતના સ્વરૂપનું ચિંતવન સમ્યગ્દષ્ટિ જીવો કરે છે.
૨. શરીરનો સ્વભાવ
શરીર અનંત રજકણોનો પિંડ છે. કાર્યણશરીર અને તૈજસશરીર સાથે જીવને અનાદિથી સંબંધ છે, તે શરીરો સૂક્ષ્મ હોવાથી ઇંદ્રિયગમ્ય નથી. આ સિવાય જીવને એક સ્થૂળ શરીર હોય છે; પરંતુ જીવ જ્યારે એક શરીર છોડીને બીજું શરીર ધારણ કરે ત્યારે વચમાં જેટલો વખત લાગે તેટલો વખત સુધી (એટલે કે વિગ્રહગતિ વખતે) તે સ્થૂળ શરીર જીવને હોતું નથી. મનુષ્યો તથા એકેંદ્રિયથી પંચેંદ્રિય સુધીના તિર્યંચોને જે સ્થૂળ શરીર હોય છે તે ઔદાકિશ૨ી૨ છે, અને દેવ તથા નારકીઓને વૈયિક શરીર હોય છે. આ સિવાય એક આહા૨ક શરીર થાય છે, આ શરીર સ્થૂળ હોય છે અને વિશુદ્ધ સંયમના ધારક મુનિરાજને જ તે હોય છે. આ પાંચે પ્રકારના
શરીરો ખરેખર જડ છે-અચેતન છે એટલે ખરી રીતે તે શરીરો જીવના નથી. કાર્યણશરીર તો ઇંદ્રિયથી દેખાતું નથી; છતાં પણ ‘સંસારી જીવોને કાર્યણશ૨ી૨ હોય છે’ એવું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com