________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૪૮ ]
[ મોક્ષશાસ્ત્ર તેનાથી સંવર નિર્જરા છે માટે તે બંધનું કારણ નથી, તો એ બેઉ માન્યતા અયથાર્થ જ છે એવું ઉપરોકત શાસ્ત્રાધારોથી સિદ્ધ થાય છે.
૬. આ સૂત્રનો સિદ્ધાંત સૌથી પ્રથમ તત્ત્વજ્ઞાનનો ઉપાય કરીને જીવોએ સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટ કરવા જોઈએ, તે પ્રગટ કર્યા પછી પોતાના સ્વરૂપમાં સ્થિર રહેવા પ્રયત્ન કરવો અને
જ્યારે સ્થિર ન રહી શકે ત્યારે અશુભભાવ ટાળી દેશવ્રત-મહાવ્રતાદિ શુભભાવમાં જોડાય પણ તે શુભને ધર્મ ન માને, તેમ જ તેને ધર્મનો અંશ કે ધર્મનું સાધન ન માને. પછી તે શુભભાવને પણ ટાળીને નિશ્ચયચારિત્ર પ્રગટ કરવું અર્થાત્ નિર્વિકલ્પદશા પ્રગટ કરવી.
વ્રતના ભેદ
देशसर्वतोऽणुमहती।।२।। અર્થ - વ્રતના બે ભેદ છે- [ વેશત: ] ઉપર કહેલાં હિંસાદિ પાપોનો એકદેશ ત્યાગ તે અણુવ્રત અને [સર્વત: મહતી] સર્વદશ ત્યાગ તે મહાવ્રત છે.
ટીકા ૧. શુભભાવરૂપ વ્યવહારવ્રતના આ બે પ્રકાર છે. પાંચમાં ગુણસ્થાને દેશવ્રત હોય છે અને છઠ્ઠી ગુણસ્થાને મહાવ્રત હોય છે. આ વ્યવહારવ્રત આસ્રવ છે એમ છઠ્ઠી અધ્યાયના વીસમા સૂત્રમાં કહેવામાં આવ્યું છે. નિશ્ચયવ્રતની અપેક્ષાએ આ બન્ને પ્રકારના વ્રતો એકદેશ વ્રત છે ( જુઓ, સૂત્ર ૧ ની ટીકા, પારો ૫). સાતમા ગુણસ્થાને નિર્વિકલ્પ દશા થતાં આ વ્યવહાર મહાવ્રત પણ છૂટી જાય છે અને આગળની અવસ્થામાં નિર્વિકલ્પ દશા વિશેષ વિશેષ દઢ હોય છે તેથી ત્યાં પણ આ મહાવ્રત હોતાં નથી.
૨. સમ્યગ્દષ્ટિ દેશવ્રતી શ્રાવક હોય તે સંકલ્પપૂર્વક ત્રસ જીવની હિંસા કરે નહિ, કરાવે નહિ અને અન્ય કોઈ કરે તેને ભલી જાણે નહિ. તેને સ્થાવર જીવોની હિંસાનો ત્યાગ નથી તોપણ પ્રયોજન વિના સ્થાવર જીવોની વિરાધના કરે નહિ અને પ્રયોજનવશ પૃથ્વી, જલ વગેરે જીવોની વિરાધના થાય તેને ભલી જાણે નહિ.
૩. પ્રશ્ન- આ શાસ્ત્રના અ. ૯ ના સૂત્ર ૧૮ માં વ્રતને સંવર ગણેલ છે અને અ. ૯ ના સૂત્ર ૨ માં તેને સંવરના કારણમાં ગર્ભિત કર્યું છે, ત્યાં દશ પ્રકારના ધર્મમાં અથવા સંયમમાં તેનું ગર્ભિતપણું છે અર્થાત્ ઉત્તમ ક્ષમામાં અહિંસા, ઉત્તમ સત્યમાં સત્યવચન, ઉત્તમ શૌચમાં અચૌર્ય, ઉત્તમ બ્રહ્મચર્યમાં બ્રહ્મચર્ય અને ઉત્તમ આકિંચન્યમાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com