________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૪૪૦ ]
[ મોક્ષશાસ્ત્ર આચાર્યદેવે તે બન્નેને આસવમાં જ સમાવી દઈને તેને લગતા છઠ્ઠો અને સાતમો એ બે અધ્યાય કહ્યા છે; તેમાં છઠ્ઠો અઘ્યાય પૂરો થયા પછી આ સાતમા અધ્યાયમાં આસવ અધિકાર ચાલુ રાખ્યો છે અને તેમાં શુભાસવનું વર્ણન કર્યું છે.
આ અધ્યાયમાં જણાવ્યું છે કે સમ્યગ્દષ્ટિ જીવને થતા વ્રત, દયા, દાન, કરુણા, મૈત્રી વગેરે ભાવો પણ શુભઆસ્રવો છે અને તેથી તેઓ બંધનું કારણ છે; તો પછી મિથ્યાદષ્ટિ જીવને (–કે જેને સાચાં વ્રત જ હોઈ શકતા નથી ) તેના શુભભાવ ધર્મ, સંવર કે તેનું કારણ શી રીતે થઈ શકે? કદી થઈ શકે જ નહિ.
પ્રશ્ન:- શુભભાવ તે પરંપરાઓ ધર્મનું કારણ છે એમ શાસ્ત્રમાં કેટલીક જગ્યાએ કહેવામાં આવે છે તેનો શું અર્થ છે?
ઉત્ત૨:- સમ્યગ્દષ્ટિ જીવો પોતાના સ્વરૂપમાં જ્યારે સ્થિર રહી શકતા નથી ત્યારે રાગ-દ્વેષ તોડવાનો પુરુષાર્થ કરે છે પણ પુરુષાર્થ નબળો હોવાથી અશુભભાવ ટળે છે અને શુભભાવ રહી જાય છે. તેઓ તે શુભભાવને ધર્મ કે ધર્મનું કારણ માનતા નથી પણ તેને આસવ જાણીને ટાળવા માગે છે. તેથી જ્યારે તે શુભભાવ ટળી જાય ત્યારે જે શુભભાવ ટળ્યો તેને શુદ્ધભાવ (-ધર્મ)નું પરંપરા કારણ કહેવામાં આવે છે, સાક્ષાત્ પણે તે ભાવ શુભાસ્રવ હોવાથી બંધનું કારણ છે અને જે બંધનું કારણ હોય તે સંવરનું કારણ થઈ શકે નહિ.
અજ્ઞાની તો શુભભાવને ધર્મ કે ધર્મનું કારણ માને છે અને તેને તે ભલો જાણે છે, તેથી તેનો શુભભાવ સાક્ષાત્ બંધનું કારણ છે અને તેને થોડા વખતમાં ટાળીને અશુભભાવરૂપે પોતે પરિણમશે; આ રીતે અજ્ઞાનીના શુભભાવ તો અશુભભાવનું (પાપનું) પરંપરા કારણ કહેવાય છે એટલે કે તે શુભ ટાળીને જ્યારે અશુભપણે પરિણમે ત્યારે પૂર્વનો જે શુભભાવ ટળ્યો તેને અશુભભાવનું પરંપરા કારણ થયું કહેવાય છે.
આટલી ભૂમિકા લક્ષમાં રાખીને આ અધ્યાયના સૂત્રોમાં રહેલા ભાવો બરાબર સમજવાથી વસ્તુસ્વરૂપની ભૂલ ટળી જાય છે.
વ્રતનું લક્ષણ
हिंसाऽनृतस्तेयाब्रह्मपरिग्रहेभ्यो विरतिर्व्रतम् ॥ १ ॥
અર્થ:- [હિંસા અમૃતસ્તેય બ્રહ્મ પરિગ્રહેમ્યો વિરતિ: ] હિંસા, જૂઠું, ચોરી, મૈથુન અને પરિગ્રહ (અર્થાત્ પદાર્થ) પ્રત્યે મમત્વરૂપ પરિણામ-એ પાંચ પાપોથી ( બુદ્ધિપૂર્વક ) નિવૃત્તિ તે [ વ્રતમ્ ] વ્રત છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com