________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૪૩૦ ]
[ મોક્ષશાસ્ત્ર પુદ્ગલથી થતો નથી; પુદ્ગલ તો નિમિત્તમાત્ર છે. સિદ્ધાંતઃ- દર્શનવિશુદ્ધિને તીર્થંકરનામકર્મના આસ્રવનું કારણ કહ્યું છે, ત્યાં ખરેખર દર્શનની શુદ્ધિ પોતે આસ્રવબંધનું કારણ નથી પણ રાગ જ બંધનું કારણ છે. તેથી દર્શનવિશુદ્ધિનો અર્થ ‘દર્શન સાથે રહેલો રાગ' એમ સમજવો યોગ્ય છે. કોઈ પણ પ્રકારના બંધનું કારણ કાય જ છે, સમ્યગ્દર્શનાદિ બંધનાં કારણ નથી. સમ્યગ્દર્શન કે જે આત્માને બંધથી છોડાવનારું છે તે પોતે બંધનું કારણ કેમ થઈ શકે? તીર્થંકરનામકર્મ તે પણ આસ્રવબંધ જ છે; તેથી તેનું કારણ પણ સમ્યગ્દર્શનાદિ ખરેખર નથી. સમ્યગ્દષ્ટિ જીવને જિનોપદિષ્ટ નિગ્રંથ મોક્ષમાર્ગમાં જે દર્શન સંબંધી ધર્માનુરાગ થાય છે તે દર્શનવિશુદ્ધિ છે. સમ્યગ્દર્શનના શંકાદિ દોષો ટળી જવાથી તે વિશુદ્ધિ થાય છે. ( જીઓ, તત્ત્વાર્થસાર અધ્યાય ૪, ગાથા ૪૯ થી ૫૨ ની ટીકા પા. ૨૨૧.)
(૨)વિનયસંપન્નતા
૧. વિનયથી પરિપૂર્ણ રહેવું તે વિનયસંપન્નતા છે. સમ્યગ્નાનાદિ ગુણોનો તથા જ્ઞાનાદિ ગુણસંયુક્ત જ્ઞાનીનો આદર ઉત્પન્ન થવો તે વિનય છે. આ વિનયમાં જે રાગ છે તે આસ્રવ-બંધનું કારણ છે.
૨. વિનય બે પ્રકારના છે-એક શુદ્ધભાવરૂપ વિનય છેઃ તેને નિશ્ચયવિનય પણ કહેવામાં આવે છે; પોતાના શુદ્ધસ્વરૂપમાં ટકી રહેવું તે નિશ્ચયવિનય છે. આ વિનય બંધનું કારણ નથી. બીજો શુભભાવરૂપ વિનય છે, તેને વ્યવહારવિનય પણ કહેવામાં આવે છે. અજ્ઞાનીને સાચો વિનય હોતો જ નથી. સમ્યગ્દષ્ટિને શુભભાવરૂપ વિનય હોય છે અને તે તીર્થંકરનામકર્મના આસવનું કારણ છે. છઠ્ઠા ગુણસ્થાન પછી વ્યવહારવિનય હોતો નથી પણ નિશ્ચયવિનય હોય છે.
(૩) શીલ અને વ્રતોમાં અનતિચાર
‘શીલ ’શબ્દના ત્રણ અર્થ થાય છેઃ- ૧. સતસ્વભાવ, ૨. સ્વદારા સંતોષ અને ૩. દિવ્રત વગેરે સાત વ્રત જે અહિંસાદિ વ્રતના રક્ષણાર્થ હોય છે તે. સત્ સ્વભાવનો અર્થ ક્રોધાદિ કષાયને વશ ન થવું તે. આ શુભભાવ છે, અતિમંદ કષાય હોય ત્યારે તે થાય છે. ‘ શીલ ’નો પહેલો અને ત્રીજો અર્થ અહીં લેવો; બીજો અર્થ ‘વ્રત' શબ્દમાં આવી જાય છે. અહિંસા આદિ વ્રતો છે. અતિચાર એટલે દોષ રહિતપણું,
(૪) અભીક્ષ્ણ જ્ઞાનોપયોગ
અભીક્ષ્ણ જ્ઞાનોપયોગ એટલે સદા જ્ઞાનોપયોગમાં રહેવું તે; સમ્યજ્ઞાનદ્વારા પ્રત્યેક કાર્યમાં વિચાર કરીને તેમાં પ્રવૃત્તિ કરવી તે જ્ઞાનોપયોગનો અર્થ છે. જ્ઞાનનું સાક્ષાત્
Please inform us of any errors on rajesh@AtmaDharma.com