________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૬ સૂત્ર ૨૨ ]
[ ૪૨૭ નથી તોપણ તે ભૂમિકામાં જે રાગાંશ મનુષ્ય અને તિર્યંચને હોય છે તે દેવાયુના આમ્રવનું કારણ થાય છે. સરાગસંયમ અને સંયમસંયમ સંબંધમાં પણ એ જ પ્રમાણે છે તે ઉપર કહેવાઈ ગયું છે.
૨. દેવાયુના આસ્રવનાં કારણ સંબંધી ૨૦ મું સૂત્ર કહ્યા પછી આ સૂત્ર જાદુ લખવાનું પ્રયોજન એ છે કે, સમ્યગ્દષ્ટિ મનુષ્ય તથા તિર્યંચને જે રાગ હોય છે તે વૈમાનિક દેવાયુના જ આસ્રવનું કારણ થાય છે, હલકા દેવોનાં આયુનું કારણ તે રાગ થતો નથી.
૩. સમ્યગ્દષ્ટિને જેટલા અંશે રાગ નથી તેટલા અંશે આસ્રવ-બંધ નથી અને જેટલા અંશે રાગ છે તેટલા અંશે આસ્રવ-બંધ છે. ( જાઓ, શ્રી અમૃતચંદ્રાચાર્યકૃત પુરુષાર્થસિદ્ધિ ઉપાય ગાથા ર૧ર થી ર૧૪) સમ્યગ્દર્શન પોતે અબંધ છે અર્થાત તે પોતે કોઈ પ્રકારના બંધનું કારણ નથી. મિથ્યાષ્ટિને કોઈ પણ અંશે રાગનો અભાવ હોય એમ બનતું જ નથી તેથી તે સંપૂર્ણપણે હંમેશાં બંધભાવમાં જ હોય છે.
અહીં આયુકર્મના આસ્રવ સંબંધી વર્ણન પૂરું થયું. | ૨૧ હવે નામકર્મના આસ્રવનું કારણ જણાવે છે
અશુભનામકર્મના આસવનું કારણ योगवक्रता विसंवादनं चाशुभस्य नाम्नः।। २२।। અર્થ - [ યોવછતા] યોગમાં કુટિલતા [ વિસંવાવનું ૨] અને વિસંવાદન અર્થાત્ અન્યથા પ્રવર્તન તે [અશુમચ નાન:] અશુભનામકર્મના આસ્રવનું કારણ છે.
ટીકા
૧. આત્માના પ્રદેશોનું પરિસ્પંદન તે યોગ છે (જુઓ, આ અધ્યાયના પહેલા સૂત્રની ટીકા). એકલો યોગ માત્ર સાતાવેદનીયના આસવનું કારણ છે. યોગમાં વક્રતા હોતી નથી પણ ઉપયોગમાં વક્રતા (-કુટિલતા) હોય છે. જે યોગની સાથે ઉપયોગની વક્રતા રહેલી હોય તે અશુભનામકર્મના આસ્રવનું કારણ છે. આસ્રવના પ્રકરણમાં યોગનું મુખ્યપણું છે અને બંધના પ્રકરણમાં બંધપરિણામોનું મુખ્યપણું છે; તેથી આ અધ્યાયમાં અને આ સૂત્રમાં યોગ શબ્દ વાપર્યો છે. પરિણામોનું વક્રપણું જડ-મન, વચન કે કાયા-માં હોતું નથી તેમ જ યોગમાં પણ હોતું નથી પણ ઉપયોગમાં હોય છે. અહીં આસવનું પ્રકરણ હોવાથી અને આસ્રવનું કારણ યોગ હોવાથી, ઉપયોગની
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com