________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૧૪ ]
[ મોક્ષશાસ્ત્ર (૩) કોઈ પણ જીવને ગૃહસ્થદશામાં કેવળજ્ઞાન પ્રગટે એમ માનવું તે ભૂલ ભરેલું છે. ગૃહસ્થપણું છોડયા વિના ભાવસાધુપણું આવી શકે જ નહિ; ભાવસાધુપણું આવ્યા વગર કેવળજ્ઞાન તે પ્રગટે જ શી રીતે ? ભાવસાધુપણું છઠ્ઠી-સાતમા ગુણસ્થાને હોય છે અને કેવળજ્ઞાન તેરમાં ગુણસ્થાને હોય છે, માટે ગૃહસ્થપણામાં કદી પણ કોઈ જીવને કેવળજ્ઞાન થાય નહિ. આનાથી વિરુદ્ધ માન્યતા તે પોતાના આત્માના શુદ્ધસ્વરૂપનો અને ઉપચારથી અનંત કેવળી ભગવાનોનો અવર્ણવાદ છે.
(૪) છદ્મસ્થ જીવોને જે જ્ઞાન-દર્શન-ઉપયોગ થાય છે તે જ્ઞયસન્મુખ થવાથી થાય છે, એ દશામાં એક જ્ઞયથી ખસીને બીજા ય તરફ પ્રવૃત્તિ કરે છે. એવી પ્રવૃત્તિ વિના છદ્મસ્થ જીવનું જ્ઞાન પ્રવૃત થતું નથી; તેથી પહેલાં ચાર જ્ઞાન સુધીના કથનમાં “ઉપયોગ' શબ્દનો પ્રયોગ તેના અર્થ પ્રમાણે (-“ઉપયોગ ના અન્વયાર્થ પ્રમાણે ) કહી શકાય, પરંતુ કેવળજ્ઞાન અને કેવળદર્શન તો અખંડ અવિચ્છિન્ન છે; તેને શેય-સન્મુખ થવું પડતું નથી એટલે કે કેવળજ્ઞાન તથા કેવળદર્શનને એક શેયથી ખસીને બીજા ય તરફ જોડાવું પડતું નથી; માટે કેવળજ્ઞાન અને કેવળદર્શનને ઉપયોગ કહેવો તે ઉપચાર છે. (જુઓ, અમિતગતિ આચાર્યકૃત પંચસંગ્રહ હિંદી ટીકા. પા. ૧૨૧ ઉપયોગઅધિકાર). કેવળી ભગવાનને કેવળજ્ઞાન અને કેવળદર્શન એક સાથે જ પ્રવર્તે છે. આ પ્રમાણે હોવા છતાં “કેવળીભગવાનને તેમ જ સિદ્ધભગવાનને જે સમયે જ્ઞાનોપયોગ હોય ત્યારે દર્શનોપયોગ ન હોય અને જ્યારે દર્શનોપયોગ હોય ત્યારે જ્ઞાનોપયોગ ન હોય' એમ માનવું તે મિથ્યા માન્યતા છે; તે માન્યતા “ કેવળીભગવાનને તથા સિદ્ધભગવાનને કેવળજ્ઞાન પ્રગટયા પછી જે અનંત કાળ છે તેના અર્ધાકાળમાં જ્ઞાનના કાર્ય વગર અને અર્ધાકાળમાં દર્શનના કાર્ય વગર કાઢવાનો હોય છે” એમ કહેવા બરાબર છે. એ માન્યતા ન્યાયવિરુદ્ધ છે, માટે તેવી ખોટી માન્યતા રાખવી તે પોતાના આત્માના શુદ્ધસ્વરૂપનો અને ઉપચારથી અનંત કેવળી ભગવાનોનો અવર્ણવાદ છે.
(૫) ચોથું ગુણસ્થાન (-સમ્યગ્દર્શન) સાથે લઈ જનાર આત્મા પુરુષપણે જન્મે છે, સ્ત્રીપણે જન્મતા નથી; તેથી સ્ત્રીપણે કોઈ તીર્થકર હોઈ શકે નહિ; કેમ કે તીર્થકર થનાર આત્મા સમ્યગ્દર્શન સહિત જ જન્મે છે, તેથી તે પુરુષ જ હોય છે. જો કોઈ કાળે પણ એક સ્ત્રી તીર્થકર થાય એમ માનીએ તો ભૂત-ભવિષ્યની અપેક્ષાએ ભલે લાંબા કાળે થાય તોપણ) અનંત સ્ત્રીઓ તીર્થકર થાય અને તેથી સમ્યગ્દર્શન સહિત આત્મા સ્ત્રીપણે ન જન્મે એ સિદ્ધાંત તૂટી જાય; માટે સ્ત્રીને તીર્થંકરપણું માનવું તે મિથ્યા માન્યતા છે; અને એમ માનનારે આત્માની શુદ્ધદશાનું સ્વરૂપ જાણું નથી. તે ખરેખર પોતાના શુદ્ધ સ્વરૂપનો અને ઉપચારથી અનંત કેવળીભગવાનોનો અવર્ણવાદ કરે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com