________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૧૨ ]
[ મોક્ષશાસ્ત્ર બાળપ = મિથ્યાષ્ટિને મંદ કષાયભાવે થતાં ત૫.
૪. આ સૂત્રમાં ‘રૂતિ’ શબ્દ છે. તેમાં અર્વન્તનું પૂજન, બાળ, વૃદ્ધ કે તપસ્વી મુનિઓની વૈયાવૃત્ય કરવામાં ઉધમી રહેવું, યોગની સરળતા અને વિનયનો સમાવેશ થઈ જાય છે.
યોગ-શુભ પરિણામ સહિતની નિર્દોષ ક્રિયા વિશેષને યોગ કહે છે.
શાન્તિ- શુભ પરિણામની ભાવનાથી ક્રોધાદિ કષાયમાં થતી તીવ્રતાના અભાવને ક્ષાન્તિ (ક્ષમા ) કહે છે.
શૌચ-શુભપરિણામપૂર્વક લોભનો ત્યાગ તે શૌચ. વીતરાગી-નિર્વિકલ્પ ક્ષમા અને શૌચને “ઉત્તમક્ષમા” અને “ઉત્તમશૌચ' કહે છે; તે આસ્રવનું કારણ નથી. // ૧૨ TI હવે અનંત સંસારનું કારણ કે દર્શનમોહ તેના આસવનું કારણ કહે છે
केवलिश्रुतसंघधर्मदेवावर्णवादो दर्शनमोहस्य।।१३।।
અર્થ:- [ વતી શ્રુત સંઘ ધર્મ કેવ] કેવળી, શ્રત, સંઘ, ધર્મ, અને દેવનો [ ગવર્ણવા:] અવર્ણવાદ કરવો તે [વર્ણનમોહંચ] દર્શનમોહનીય કર્મીઆસ્રવનાં કારણો છે.
ટીકા ૧. અવર્ણવાદ:- જેનામાં જે દોષ ન હોય તેનામાં તે દોષનું આરોપણ કરવું તે અવર્ણવાદ છે.
કેવળીપણું, મુનિપણું, ધર્મ અને દેવપણું તે આત્માની જ જુદી જુદી અવસ્થાઓનું સ્વરૂપ છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ એ પાંચે પદ નિશ્ચયથી આત્મા જ છે, (જુઓ, યોગીન્દ્રદેવકૃત યોગસાર ગાથા ૧૦૪, પરમાત્મપ્રકાશ પા. ૩૯૩-૩૯૪). તેથી તેમનું સ્વરૂપ સમજવામાં જો ભુલ થાય અને તેમનામાં ન હોય તેવા દોષો તેમનામાં કલ્પવામાં આવે તો આત્માનું સ્વરૂપ સમજાય નહિ અને મિથ્યાત્વભાવનું વિશેષ પોષણ થાય. ધર્મ તે આત્માનો સ્વભાવ છે માટે ધર્મસંબંધી જાડી દોષ કલ્પના કરવી તે પણ મહાન દોષ છે.
૨. શ્રત એટલે શાસ્ત્ર; જિજ્ઞાસુ જીવોને આત્માનું સ્વરૂપ સમજવામાં તે નિમિત્ત છે, તેથી મુમુક્ષુઓએ ખરા શાસ્ત્રોના સ્વરૂપનો પણ નિર્ણય કરવો જોઈએ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com