________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૬. સૂત્ર ૫ ]
[ ૩૯૯ ૩. ઈર્યાપથ આસવ- આ આસ્રવ સ્થિતિ અને અનુભાગ રહિત છે, અને તે અકષાયી જીવોને ૧૧, ૧ર અને ૧૩માં ગુણસ્થાને હોય છે. ચૌદમે ગુણસ્થાને વર્તના જીવ અકષાયી અને અયોગી બને છે, તેથી ત્યાં આસ્રવ છે જ નહિં.
૪. કર્મબંધના ચાર પ્રકાર કર્મબંધના ચાર ભેદ છે. પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ. તેમાં પહેલા બે પ્રકારના ભેદનું કારણ યોગ છે અને છેલ્લા બે ભેદનું કારણ કષાય છે. કષાય તે સંસારનું કારણ છે અને તેથી કષાય હોય ત્યાં સુધીના આમ્રવને સામ્પરાયિક આસ્રવ કહે છે; અને કષાય ટળ્યા પછી એકલો યોગ રહે છે; કષાયરહિત યોગથી થતા આસ્રવને ઇર્યાપથ આસ્રવ કહે છે; આત્માનો તે વખતનો પ્રગટતો ભાવ તે ભાવઇર્યાપથ છે અને દ્રવ્યકર્મનો આસ્રવ તે દ્રવ્ય-ઇર્યાપથ છે. આ પ્રમાણે ભાવ અને દ્રવ્ય એવા બે ભેદ સામ્પરાયિક આસ્રવમાં પણ સમજી લેવા. ૧૧ થી ૧૩ માં ગુણસ્થાન સુધી ઇર્યાપથ આસ્રવ હોય છે. તે પહેલાનાં ગુણસ્થાનોએ સાપરાયિક આસ્રવ હોય છે.
જેમ વડનું ફળ વગેરે વસ્ત્રને કષાયેલા રંગનું નિમિત્ત થાય છે તેમ મિથ્યાત્વ-ક્રોધાદિક આત્માને કર્મ-રંગ લાગવાનું નિમિત્ત છે, તેથી તે ભાવોને કષાય કહેવામાં આવે છે. જેમ કોરા ઘડાને રજ અડીને ચાલી જાય તેમ કષાયરહિત આત્માને કર્મ-રજ અડીને તે જ વખતે ચાલી જાય છે-આને ઇર્યાપથ આગ્નવ કહેવામાં આવે છે.
સામ્પરાયિક આસવના ૩૯ ભેદ इन्द्रियकषायाव्रतक्रियाः पंचचतुःपंचपंचविंशतिसंख्याः
પૂર્વચ મેવાડા ફા. અર્થ:- [ન્દ્રિયાળ પં] સ્પર્શ વગેરે પાંચ ઇન્દ્રિયો, [ષાયા: 1:] ક્રોધ વગેરે ચાર કષાય, [વ્રતાનિ પંa] હિંસા વગેરે પાંચ અવ્રત અને [ પ્રિયા:પંવવિંશતિ] સમ્યકત્વ વગેરે પચીસ પ્રકારની ક્રિયાઓ [ સંથી મેવાડ] એ પ્રમાણે કુલ ૩૯ ભેદ [પૂર્વ૨] પહેલા (સામ્પરાયિક) આસવના છે, અર્થાત્ એ સર્વ ભેદો દ્વારા સામ્પરાયિક કર્મનો આસ્રવ થાય છે.
ટીકા
૧. ઇન્દ્રિય- બીજા અધ્યાયના ૧૫ થી ૧૯ સૂત્રમાં ઇન્દ્રિયનો વિષય આવી ગયો છે. પુદ્ગલ-ઇન્દ્રિયો પરદ્ધવ્ય છે, તેનાથી આત્માને લાભ કે નુકશાન થાય નહિ; માત્ર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com