________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૯૬ ]
[ મોક્ષશાસ્ત્ર પણ અહિંસાદિરૂપ પુણ્યાસવ છે તેને ઉપાદેય માને છે; હવે એ બન્ને આસવો હોવાથી કર્મબંધનાં કારણો છે, તેમાં ઉપાદેયપણું માનવું એ જ મિથ્યાદર્શન છે. સર્વ જીવોને જીવન-મરણ, સુખ-દુઃખ પોતપોતાના કર્મોદયના નિમિત્તથી થાય છે છતાં જ્યાં અન્ય જીવ અન્ય જીવનાં કાર્યોનો કર્તા થાય એમ માનવું એ જ મિથ્યા અધ્યવસાય બંધનું કારણ છે. અન્ય જીવને જીવાડવાનો કે સુખી કરવાનો અધ્યવસાય થાય તે તો પુણ્યબંધના કારણરૂપ છે, અને મારવાનો તથા દુઃખી કરવાનો અધ્યવસાય થાય તે પાપબંધના કારણરૂપ છે. એ સર્વ મિથ્યા-અધ્યવસાય છે, તે ત્યાજ્ય છે; માટે હિંસાદિકની માફક અહિંસાદિકને પણ બંધનાં કારણરૂપ જાણીને હેય માનવાં. હિંસામાં સામાં જીવને મારવાની બુદ્ધિ થાય પણ તેનું આયુ પૂર્ણ થયા વિના તે મરે નહિ અને પોતાની દ્રષપરિણતિથી પોતે જ પાપ બાંધે છે; તથા અહિંસામાં પરની રક્ષા કરવાની બુદ્ધિ થાય પણ તેના આયુઅવશેષ વિના તે જીવે નહિ, માત્ર પોતાની શુભરાગ પરિણતિથી પોતે જ પુણ્ય બાંધે છે. એ પ્રમાણે એ બન્ને ય છે. પણ જ્યાં જીવ વીતરાગ થઈ દ્રષ્ટા-જ્ઞાતારૂપ પ્રવર્તે ત્યાં જ નિબંધતા છે માટે તે ઉપાદેય છે.
એવી નિબંધદશા ન થાય ત્યાંસુધી જીવને શુભરાગ થાય; પરંતુ શ્રદ્ધાન તો એવું રાખવું કે આ પણ બંધનું કારણ છે-હેય છે-અધર્મ છે. જો શ્રદ્ધાનમાં જીવ તેને મોક્ષમાર્ગ જાણે તો તે મિથ્યાદષ્ટિ જ છે. (મોક્ષમાર્ગ પ્રકાશક પા. ૨૨૯-૨૩૦).
૩. શુભયોગ તથા અનુભયોગના અર્થો શુભયોગ:- પંચ પરમેષ્ઠીની ભક્તિ, પ્રાણીઓ પ્રત્યે ઉપકારભાવ, રક્ષાભાવ, સત્ય બોલવાનો ભાવ, પરધન હરણ ન કરવાનો ભાવ-ઇત્યાદિ શુભ પરિણામથી રચાયેલા યોગને શુભયોગ કહે છે.
અશુભયોગ:- જીવોની હિંસા કરવી; અસત્ય બોલવું, પરધન હરણ કરવું, ઈર્ષા કરવી-ઇત્યાદિ ભાવારૂપ અશુભ પરિણામથી રચાયેલા યોગને અશુભયોગ કહે છે.
૪ આસવમાં શુભ અને અશુભ એવા ભેદ શા માટે? પ્રશ્ન:- આત્માને પરાધીન કરવામાં પુણ્ય અને પાપ બને સમાન કારણ છેસુવર્ણની સાંકળ અને લોઢાની સાંકળની જેમ પુણ્ય અને પાપ તે બન્ને આત્માની સ્વતંત્રતાનો અભાવ કરવામાં સરખાં છે- તો પછી તેમાં શુભ અને અશુભ એવા ભેદ કેમ કહ્યા?
ઉત્તર- તેમના કારણે મળતી ઇષ્ટ–અનિષ્ટ ગતિ, જાતિ વગેરેની રચનાના ભેદનું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com