________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૩૮૨ ]
[ મોક્ષશાસ્ત્ર (૫) અપાદાન કોને કહે છે? જેમાંથી કર્મ કરવામાં આવે છે તે ધ્રુવ વસ્તુને અપાદાન કહેવામાં આવે છે. (૬) અધિકરણ કોને કહે છે? જેમાં અથવા જેના આધારે કર્મ કરવામાં આવે છે તેને અધિકરણ કહે છે. સર્વ દ્રવ્યોની પ્રત્યેક પર્યાયમાં આ છ એ કારક એક સાથે વર્તે છે તેથી આત્મા અને પુદ્ગલ શુદ્ધદશામાં કે અશુદ્ધદશામાં સ્વયં જ છએ કારકરૂપ પરિણમન કરે છે અને અન્ય કોઈ કારકો ( –કારણો ) ની અપેક્ષા રાખતા નથી.
(પંચાસ્તિકાય ગાથા ૬ર સં. ટીકા) ૧૨૭ કાર્ય કેવી રીતે થાય છે? ૧૨૭ ‘વારનુ વિધાયિત્વોવેવ વાર્યા'
‘વારનુ વિધાયોનિ વાળ' –
કારણ જેવા જ કાર્ય હોવાથી કારણ જેવું જ કાર્ય થાય છે. કાર્યને-ક્રિયા, કર્મ, અવસ્થા, પર્યાય, હાલત, દશા, પરિણામ, પરિણમન અને પરિણતિ પણ કહે છે.
[ અહીં કારણને ઉપાદાનકારણ સમજવું કારણકે ઉપાદાનકારણ તે જ સાચું
કારણ છે.] ૧૨૮ કારણ કોને કહે છે? ૧૨૮ કાર્યની ઉત્પાદક સામગ્રીને કારણ કહે છે. ૧૨૯ ઉત્પાદક સામગ્રીના કેટલા ભેદ છે? ૧૨૯ બે છે. ઉપાદાન અને નિમિત્ત. ઉપાદાનને નિજ શક્તિ અથવા નિશ્ચય અને
નિમિત્તને પરયોગ અથવા વ્યવહાર કહે છે. ૧૩. ઉપાદાનકારણ કોને કહે છે? ૧૩૦ (૧) જે પદાર્થ સ્વયં કાર્યરૂપ પરિણમે તેને ઉપાદાનકારણ કહે છે જેમકે ઘડાની
ઉત્પત્તિમાં માટી. (૨) અનાદિકાળથી દ્રવ્યમાં જે પર્યાયોનો પ્રવાહ ચાલ્યો આવે છે તેમાં અનંતરપૂર્વક્ષણવર્તીપર્યાય ઉપાદાનકારણ છે અને અનંતર ઉત્તરક્ષણવર્તી પર્યાય કાર્ય છે.
(૩) તે સમયની પર્યાયની યોગ્યતા તે ઉપાદાનકારણ છે અને તે જ પર્યાય કાર્ય છે. ઉપાદાન તે જ સાચું (–વાસ્તવિક) કારણ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com