________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૭ર ]
[ મોક્ષશાસ્ત્ર નિમિત્તકારણ તરીકે દરેક લોકાકાશપ્રદેશે એક એક કાલાણુ હોવાનું સિદ્ધ થાય છે.
પ્રશ્ન- એક લોકાકાશપ્રદેશે વધારે કાલાણું સ્કંધરૂપ માનવામાં શું વિરોધ આવે છે?
ઉત્તરઃ- જેમાં સ્પર્શ ગુણ હોય તેમાં જ સ્કંધરૂપ બંધ થાય અને તે તો પુદ્ગલ દ્રવ્ય છે. કાલાણું પુદ્ગલ દ્રવ્ય નથી, અરૂપી છે, માટે તેનો સ્કંધ થાય જ નહિ.
5. અધર્માસ્તિકાય અને ધર્માસ્તિકાયની સિદ્ધિ પ-૬. જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્યોમાં ક્રિયાવતી શક્તિ હોવાથી તેઓને હલનચલન હોય છે. પણ તે હુલનચલનરૂપ ક્રિયા કાયમ હોતી નથી. કોઈ વખતે તેઓ સ્થિર હોય અને કોઈ વખતે ગતિરૂપે હોય; કેમ કે સ્થિરતા કે હલનચલનરૂપ ક્રિયા તે ગુણ નથી પરંતુ ક્રિયાવતીશક્તિનો પર્યાય છે. તે ક્રિયાવતીશક્તિના સ્થિરતારૂપ પરિણમનનું મૂળકારણ દ્રવ્ય પોતે છે, તેનું નિમિત્તકારણ તેનાથી પર જોઈએ. જગતમાં નિમિત્તકારણ હોય જ છે એમ આગળ બતાવવામાં આવ્યું છે. તેથી સ્થિરતારૂપ પરિણમનનું જે નિમિત્તકારણ છે તે દ્રવ્યને અધર્મદ્રવ્ય કહે છે. ક્રિયાવતીશક્તિના હલનચલનરૂપ પરિણમનનું મૂળ કારણ દ્રવ્ય પોતે છે, અને હલનચલનમાં જે નિમિત્ત છે તેને ધર્મદ્રવ્ય કહે છે. હલનચલનનું નિમિત્તકારણ અધર્મદ્રવ્યથી વિરૂદ્ધ જોઈએ, અને તે ધર્મદ્રવ્ય છે.
(૧૦) આ છ દ્રવ્યો એક જ જગ્યાએ હોવાની સિદ્ધિ આપણે. આગળ જીવ-પુદ્ગલની સિદ્ધિ કરવામાં મનુષ્યનું દષ્ટાંત લીધું હતું, તે ઉપરથી આ સિદ્ધિ સરળ થશે.
૧. જ્ઞાનગુણધારક પદાર્થ જીવ છે.
૨. સંયોગી, જડ, રૂપી પદાર્થ શરીર છે, તે પણ તે જ જગ્યાએ છે, તેનું મૂળ અનાદિ-અનંત જુગલદ્રવ્ય છે, એમ તે શરીર સિદ્ધ કરે છે.
૩. તે મનુષ્ય આકાશના કોઈ ભાગમાં હંમેશાં હોય છે, તેથી તે જગ્યાએ આકાશ પણ છે.
૪. તે મનુષ્યની એક અવસ્થા ટળીને બીજી અવસ્થા થાય છે, તે હકીકતથી તે જ સ્થળે કાળદ્રવ્યના હોવાપણાની સિદ્ધિ થાય છે.
૫. તે મનુષ્યના જીવના અસંખ્યાત પ્રદેશે એક ક્ષેત્રાવગાહરૂપે સમયે સમયે નવાં નવાં કર્મો બંધાઈને ત્યાં સ્થિર રહે છે, તે હકીક્તથી તે સ્થળે અધર્મદ્રવ્યની સિદ્ધિ થાય છે.
૬. તે મનુષ્યના જીવના અસંખ્યાત પ્રદેશે તે જ વખતે જૂના કર્મ સમયે સમયે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com