________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૮ ]
મોક્ષશાસ્ત્ર થાય છે. આ પ્રમાણે દ્રવ્યનું લક્ષણ સત, અનેક દ્રવ્યો, રજકણો, તેના સ્કંધ, ઉત્પાદવ્યય-ધ્રૌવ્ય એ આદિ વિષયો આ અધ્યાયમાં કહ્યા છે તે સિદ્ધ થયા.
૭. આ પ્રમાણે જીવ અને પુદ્ગલનું ત્રિકાળ જુદાપણું તથા અનાદિ અનંતપણું સિદ્ધ થતાં નીચેની લૌકિક માન્યતાઓ અસત્ય ઠરે છે:
(૧) અનેક રજકણો ભેગાં થતાં તેમાંથી નવો જીવ ઉત્પન્ન થાય છે તે માન્યતા અસત્ય છે; કેમ કે રજકણો જ્ઞાનરહિત જડ છે તેથી જ્ઞાનરહિત ગમે તેટલા પદાર્થો ભેગા થાય તોપણ જીવ ઉત્પન્ન થાય જ નહિ. જેમ અનેક અંધારાં ભેગાં કરતાં તેમાંથી અજવાળું થાય નહિ, તેમ અજીવમાંથી જીવની ઉત્પત્તિ થાય નહિ.
(૨) જીવનું સ્વરૂપ શું છે તે આપણને ખબર ન પડે, એવી માન્યતા અસત્ય છે, કેમ કે જ્ઞાન શું ન જાણે ? જ્ઞાનની રુચિ વધારતાં આત્માનું સ્વરૂપ બરાબર જાણી શકાય છે. માટે તે વિચારગમ્ય (reasoning-દલીલગમ્ય) છે એમ ઉપર સાબિત કર્યું છે.
(૩) જીવ અને શરીર ઈશ્વરે બનાવ્યાં એમ કોઈ માને છે પણ તે માન્યતા અસત્ય છે, કેમ કે બન્ને પદાર્થો અનાદિ-અનંત છે, અનાદિ અનંત પદાર્થોનો કોઈ કર્તા હોઈ શકે જ નહિ.
૮. જીવ શરીરનું કાંઈ કરી શકે અગર તો શરીર જીવનું કાંઈ કરી શકે છે એવી માન્યતા પણ તેટલી જ ભૂલ ભરેલી છે, એમ ઉપર પારા ૪ ના પેટામાં જે દસ બનાવો આપ્યા છે તે ઉપરથી સિદ્ધ થાય છે. આ બાબતનો સિદ્ધાંત આ અધ્યાયના સૂત્ર ૪૧ ની ટીકામાં પણ આપ્યો છે.
(૮) ઉપાદાન-નિમિત્ત સંબંધી સિદ્ધાંત જીવ, પુદ્ગલ સિવાયના બીજાં ચાર દ્રવ્યોની, સિદ્ધિ કરતાં પહેલાં આપણે ઉપાદાન-નિમિત્તના સિદ્ધાંતને અને તેની સાબિતીને સમજી લેવાની જરૂર છે. ઉપાદાન એટલે વસ્તુની સહજશક્તિ-નિજશક્તિ અને નિમિત્ત એટલે સંયોગરૂપ પર વસ્તુ. તેનું દષ્ટાંત એક મનુષ્યનું નામ દેવદત્ત છે; તેનો અર્થ એ કે દેવદત્ત પોતે પોતાથી પોતારૂપ છે પણ તે યજ્ઞદત્ત વગેરે બીજા કોઈ પદાર્થરૂપે નથી; આમ સમજતાં બે પદાર્થો જુદાપણે સાબિત થાય છે:- ૧. દેવદત્ત પોતે, ૨. યજ્ઞદત્ત વગેરે બીજા પદાર્થો. દેવદત્તનું હોવાપણું સિદ્ધ કરવામાં બે કારણો થયાં:- ૧. દેવદત્ત પોતે, ૨. યજ્ઞદત્ત વગેરે બીજા પદાર્થો જગતમાં સભાવરૂપ છે તેમનો દેવદત્તમાં અભાવ. આ બે કારણોમાં દેવદત્તનું પોતાનું હોવાપણું તે નિશક્તિ હોવાથી મૂળ કારણ અર્થાત્ ઉપાદાનકારણ છે, અને જગતના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com