________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫૮ ]
[ મોક્ષશાસ્ત્ર વ્યવહારકાળનું પ્રમાણ
સોગનન્તસમય:સા ૪૦ના અર્થ - [:] તે કાળદ્રવ્ય [ અનન્ત સમય:] અનંત સમયવાળું છે. કાળનો પર્યાય તે સમય છે. જો કે વર્તમાનકાળ એક સમયમાત્ર જ છે, તોપણ ભૂતભવિષ્યની અપેક્ષાથી તેના અનંત સમયો છે.
ટીકા
(૧) સમય-મંદગતિથી ગમન કરનાર એક પુદ્ગલ પરમાણુને આકાશના એક પ્રદેશથી બીજા પ્રદેશ પર જતાં જેટલો વખત લાગે તે એક સમય છે. તે કાળનો પર્યાય હોવાથી વ્યવહાર છે. સમયોના સમૂહથી જ આવલિ, ઘડી, કલાક આદિ વ્યવહારકાળ છે. વ્યવહારકાળ નિશ્ચયકાળનો પર્યાય છે.
નિશ્ચયકાળદ્રવ્ય-લોકાકાશના પ્રત્યેક પ્રદેશ ઉપર રત્નોના રાશિની માફક કાળાણુ સ્થિત હોવાનું સૂત્ર ૩૯ ની ટીકામાં કહ્યું છે તે દરેક નિશ્ચયકાળદ્રવ્ય છે. તેનું લક્ષણ વર્તના છે; તે સૂત્ર ૨૨ માં કહેવામાં આવ્યું છે.
(૨) એક સમયે અનંત પદાર્થોની પરિણતિ-જે અનંત પ્રકારની છે; તેને એક કાલાણુનો પર્યાય નિમિત્ત હોય છે, તે અપેક્ષાએ એક કાલાણુને ઉપચારથી “અનંત' કહેવામાં આવે છે.
(૩) સમય તે નાનામાં નાનો વખત છે તેથી તેના વિભાગ પડી શકતા નથી. IT ૪Oા
આ પ્રમાણે છે દ્રવ્યોનું વર્ણન પૂરું થયું. હવે બે સૂત્રો દ્વારા ગુણનું અને પર્યાયનું લક્ષણ જણાવીને આ અધિકાર પૂરો થશે.
ગુણનું લક્ષણ દ્રવ્યાશ્રયા નિણ પુ:૪૨ અર્થ:- [દ્રવ્યાશ્રય:] જેઓ દ્રવ્યના આશ્રયે હોય અને [ નિ:] પોતે બીજા ગુણોથી રહિત હોય [ TMT:] તે ગુણો છે.
ટીકા
(૧) જ્ઞાનગુણ જીવદ્રવ્યને આશ્રયે રહે છે, તથા જ્ઞાનમાં કોઈ બીજો ગુણ રહેતો નથી. જો તેમાં ગુણ રહે તો તે ગુણ મટીને ગુણી (-દ્રવ્ય) થઈ જાય, પણ તેમ બને નહિ. ‘બાઝયા:' શબ્દ ભેદભેદ બન્ને સૂચવે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com