________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૮ ]
[ મોક્ષશાસ્ત્ર ૧૪. “ઘીનો ઘડો” એમ કહેતાં “ઘડો ઘી-મય નથી પણ માટીમય છે. ઘડો ઘીનો છે એ તો માત્ર વ્યવહારકથન છે” એમ તેમાં આવી ગયું. પહેલું કથન અર્પિત છે અને બીજું “અનર્પિત છે.
૧૫. “મિથ્યાત્વકર્મના ઉદયથી જીવ મિથ્યાષ્ટિ થાય છે” એમ કહેતાં “જીવ તે વખતની પોતાની ઊંધી શ્રદ્ધાને લીધે મિથ્યાદષ્ટિ થાય છે, ખરી રીતે મિથ્યાત્વકર્મના ઉદયના કારણે જીવ મિથ્યાદષ્ટિ થતો નથી; મિથ્યાત્વકર્મના ઉદયથી જીવ મિથ્યાષ્ટિ થાય છે-એ તો વ્યવહારકથન છે, ખરેખર જીવ પોતે મિથ્યાશ્રદ્ધારૂપે પરિણમ્યો ત્યારે મિથ્યાદર્શનકર્મનાં જે રજકણો તે વખતે પકવરૂપ થયાં તેના ઉપર નિર્જરાનો આરોપ ન આવતાં ઉદયનો આરોપ આવ્યો” એમ તેમાં આવી ગયું. પહેલું કથન “અર્પિત” છે અને બીજાં “અનર્પિત ' છે.
૧૬, “જીવ જડકર્મના ઉદયથી અગિયારમાં ગુણસ્થાનકેથી પડ્યો” એમ કહેતાં જીવ પોતાના પુરુષાર્થની નબળાઈથી પડ્યો, જડકર્મ પરદ્રવ્ય છે તેથી તેના ઉદયે જીવ પડે નહિ. પણ જીવ પોતાના પુરુષાર્થની નબળાઈથી જે વખતે પડ્યો તે વખતે જે જડકર્મો પકવરૂપ થયાં હતાં તેના ઉપર “ઉદય” નો આરોપ આવ્યો' એમ તેમાં આવી ગયું. પહેલું કથન “અર્પિત છે અને બીજું “અનર્પિત છે.
૧૭. “જીવ પંચેન્દ્રિય છે” એમ કહેતાં “જીવ ચેતનમય છે પણ જડ ઇન્દ્રિયોમય નથી; પાંચ ઇન્દ્રિયો જડ છે તેનો તેને માત્ર સંયોગ છે” એમ તેમાં આવી ગયું. પહેલું કથન “અર્પિત છે અને બીજાં અનર્પિત છે.
૧૮. “નિગોદનો જીવ કર્મનો ઉદય મંદ થતાં ઊંચે ચડે છે” એમ કહેતાં નિગોદનો ' જીવ પોતે પોતાના પુરુષાર્થ વડે મંદકષાય કરતાં ચડે છે, કર્મ પરદ્રવ્ય છે તેથી તેની અવસ્થાના કારણે જીવ ચડી શકે નહિ' એમ તેમાં આવી ગયું. પહેલું કથન “અર્પિત છે અને બીજું “અનર્પિત છે.
૧૯. “કર્મના ઉદયથી જીવ અસંયમી થાય છે કારણ કે ચારિત્રમોહના ઉદય વિના તેની અનુપપત્તિ છે” એમ કહેતાં “જીવ પોતાના ચારિત્રગુણના વિકારને ટાળતો નથી તેથી તે અસંયમી થાય છે, તે વખતે ચારિત્રમોહના કર્મો જોકે નિર્જરી જાય છે તો પણ તે વિકારના નિમિત્તે નવાં કર્મ સ્વયં બંધાય છે તેથી જાના ચારિત્રમોહનાં કર્મો ઉપર ઉદયનો આરોપ આવે છે” એમ તેમાં આવી ગયું. પહેલું કથન “અર્પિત છે અને બીજું “અનર્પિત છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com