________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
અ. ૫ સૂત્ર ૧૨ ]
[ ૩૨૩
પ્રશ્ન:- દ્રવ્ય૫૨માણુનો આ અર્થ અહીં કેમ લાગુ નથી ?
ઉત્તર:- આ સૂત્રમાં જે પરમાણુ લીધો છે તે પુદ્ગલપરમાણુ છે તેથી દ્રવ્ય૫૨માણુનો ઉ૫૨નો અર્થ અહીં લાગુ પડતો નથી. ।। ૧૧।।
સમસ્ત દ્રવ્યોને રહેવાનું સ્થાન लोकाकाशेऽवगाहः।।१२।।
અર્થ:- [અવTIS: ] ઉ૫૨ કહેલાં સમસ્ત દ્રવ્યોનો અવગાહ (સ્થાન ) [જોગાશે] લોકાકાશમાં છે.
(૧) આકાશના જેટલા ભાગમાં જીવ વગેરે છએ દ્રવ્યો છે તે ભાગને લોકાકાશ કહે છે. બાકીના આકાશને અલોકાકાશ કહે છે.
(૨) આકાશ એક અખંડ દ્રવ્ય છે. તેમાં કંઈ ભાગલા પડતા નથી, પણ પરદ્રવ્યના અવગાહની અપેક્ષાએ આ ભેદ પડે છે; એટલે કે નિશ્ચયે આકાશ એક અખંડ દ્રવ્ય છે, વ્યવહારે-૫૨દ્રવ્યના નિમિત્તની અપેક્ષાએ તેના બે ભાગ જ્ઞાનમાં પડે છે. (લોકાકાશ, અલોકાકાશ ).
(૩) દરેક દ્રવ્ય ખરેખર પોતપોતાના ક્ષેત્રમાં રહે છે; લોકાકાશમાં રહે છે તે પરદ્રવ્યઅપેક્ષાએ નિમિત્તનું કથન છે; તેમાં પરક્ષેત્રની અપેક્ષા આવે છે તેથી તે વ્યવહાર છે. આકાશ પહેલું થયું, તથા બીજાં દ્રવ્યો તેમાં પછી ઉત્પન્ન થયાં એમ નથી, કેમ કે બધાં દ્રવ્યો અનાદિ-અનંત છે.
(૪) આકાશ પોતે પોતાને અવગાહે છે, તે પોતાને નિશ્ચયઅવગાહરૂપ છે. આકાશથી બીજું દ્રવ્ય મોટું છે નહિ અને હોઈ પણ ન શકે. તેથી તેમાં વ્યવહારઅવગાહની કલ્પના આવી શકે નહિ.
(૫) બધાં દ્રવ્યોને અનાદિ પારિણામિક યુગપદતા છે, પહેલા-પછીનો ભેદ નથી. જેમ યુતસિદ્ધને વ્યવહારથી આધાર-આધેયપણું હોય છે તેમ અયુતસિદ્ધને પણ વ્યવહારથી આધાર-આધેયપણું હોય છે.
યુતસિદ્ધ=પાછળથી જોડાયેલાં; અયુતસિદ્ધ=મૂળથી ભેગાં. દૃષ્ટાંત-૧. કુંડામાં બોર એ પાછળથી જોડાયેલાનું દૃષ્ટાંત છે. ૨. થાંભલામાં સાર તે મૂળથી ભેગાનું દૃષ્ટાંત છે.
(૬) એવંભૂતનયની અપેક્ષાએ અર્થાત્ જે સ્વરૂપે પદાર્થ છે તે સ્વરૂપ વડે નિશ્ચય કરનારા નયની અપેક્ષાએ બધાં દ્રવ્યને પોતપોતાનો આધાર છે. દષ્ટાંતઃ- કોઈને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com