________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
અ. ૫ સૂત્ર ૯-૧૦ ]
[ ૩૧૯
(૩) આકાશ પણ દ્રવ્યઅપેક્ષાએ (દ્રવ્યાર્થિકનયે) અખંડ, નિરંશ, સર્વગત, એક અને ભિન્નતા રહિત છે. પર્યાયાર્થિકનયની અપેક્ષાએ ૫૨માણુ રોકે તેટલા વિભાગને પ્રદેશ કહે છે; આકાશમાં કાંઈ ટુકડા નથી કે તેના ખંડ થઈ જતા નથી. ટુકડા તો સંયોગી પદાર્થના થાય; પુદ્દગલનો સ્કંધ સંયોગી છે, તેથી ટુકડા લાયક થાય ત્યારે ટુકડારૂપે તે પરિણમે છે.
(૪) આકાશને આ સૂત્રમાં લીધું નથી કેમકે તેના પ્રદેશો અનંત છે તેથી તે નવમાં સૂત્રમાં કહેશે.
(૫) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને જીવના પ્રદેશો અસંખ્યાત છે અને તે સંખ્યાએ લોકપ્રમાણ અસંખ્યાત છે, છતાં તે પ્રદેશોની વ્યાપક અવસ્થામાં ફેર છે. ધર્મ અને અધર્મ દ્રવ્યો આખા લોકમાં વ્યાપેલ છે (તે બારમા અને તેરમા સૂત્રમાં કહ્યું છે), અને જીવના પ્રદેશો તે તે વખતના જીવના શરીર પ્રમાણે પહોળા-ટૂંકા થાય છે (એ સોળમા સૂત્રમાં કહ્યું છે.) જીવ કેવળસમુદ્દાત અવસ્થા ધારણ કરે ત્યારે સંપૂર્ણ લોકાકાશમાં તેના પ્રદેશો વ્યાસ થાય છે, તથા બીજા સમુદ્કાતો વખતે તે તે શરીરમાં પ્રદેશો રહી કેટલાક પ્રદેશો બહાર નીકળે છે.
(૬) સમુદ્દાતનું સ્વરૂપ પૂર્વે અ. ૧ સૂ. ૧૬ ની ટીકામાં કહેવાઈ ગયું છે. ।।૮।।
આકાશના પ્રદેશો
ગાાશયાનન્તા:||||
અર્થ:- [ આળાશસ્ય ] આકાશના [અનંતા: ] અનંત પ્રદેશો છે.
ટીકા
(૧) આકાશના બે વિભાગ છે-અલોકાકાશ અને લોકાકાશ. તેમાં લોકાકાશના પ્રદેશો અસંખ્યાત છે. જેટલા ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના પ્રદેશો છે તેટલા જ લોકાકાશના છે. વળી તેઓનો વિસ્તાર એક સરખો છે. લોકાકાશ છએ
દ્રવ્યોનું સ્થાન છે. આ બાબત બારમા સૂત્રમાં કહી છે.
(૨) દિશા, ખૂણા, ઉ૫૨, નીચે એ બધા આકાશના વિભાગ છે. ।। ।। પુદ્ગલના પ્રદેશો
संख्येयाऽसंख्येयाश्च पुद्गलानाम्।।१०।।
અર્થ:- [ પુર્વીલાનામ્ ] પુદ્દગલોના [ સંધ્યેયાસંધ્યેયા: ૬] સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com