________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૪ ]
[ મોક્ષશાસ્ત્ર
ટીકા
(૧) અહીં “નીવા:' શબ્દ બહુવચનમાં છે; તે એમ સૂચવે છે કે જીવો ઘણા છે. જીવનું વ્યાખ્યાન પૂર્વે (પહેલી ચાર અધ્યાયોમાં) થઈ ગયું છે; એ સિવાય ૩૯ માં સૂત્રમાં કાળ” દ્રવ્ય બતાવ્યું છે, તેથી બધાં મળી છ દ્રવ્યો થયાં.
(૨) જીવો ઘણા છે અને દરેક જીવ “દ્રવ્ય” છે એમ આ સૂત્રમાં પ્રતિપાદન કર્યું તેનો અર્થ શું છે તેની વિચારણા કરીએ. જીવ પોતાના જ ગુણ-પર્યાયને પ્રાપ્ત થાય છે તેથી તેને પણ દ્રવ્ય કહેવામાં આવે છે. શરીર તો જીવદ્રવ્યનો પર્યાય નથી, પણ તે પુગલદ્રવ્યનો પર્યાય છે, કેમ કે તેમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ છે અને ચેતન નથી. કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યના ગુણ-પર્યાયને પ્રાપ્ત થાય જ નહિ, તેથી પુદ્ગલદ્રવ્ય કે તેના શરીરાદિ પર્યાય ચેતનપણાને-જીવપણાને કે જીવના કોઈ ગુણપર્યાયને પ્રાપ્ત કદી પણ થાય નહિ. એ નિયમ પ્રમાણે જીવ શરીરને ખરેખર પ્રાપ્ત થાય એમ બને જ નહિ. જીવ દરેક સમયે પોતાના પર્યાયને પ્રાપ્ત થાય અને શરીરને પ્રાપ્ત થાય નહિ; તેથી જીવ શરીરનું કાંઈ કરી શકે નહિ. એ ત્રિકાળી અબાધિત સિદ્ધાંત છે. આ સિદ્ધાંત સમજ્યા વિના જીવ-અજીવ તત્ત્વની અનાદિની ચાલી આવતી ભૂલ કદી ટળે નહિ.
(૩) શરીર સાથે જીવનો જે સંબંધ અધ્યાય ૨, ૩ અને ૪ માં બતાવ્યો છે તે એકક્ષેત્રાવગાહસંબંધ માત્ર બતાવ્યો છે, તાદાભ્ય સંબંધ બતાવ્યો નથી; તેથી એ વ્યવહારકથન છે. વ્યવહારનાં વચનોને ખરેખરો (નિશ્ચયનાં) વચનો જેઓ માને છે તેઓ “ઘીનો ઘડો” એમ કહેતા ઘડાને ખરેખર ઘીનો બનેલો માને છે, માટી કે ધાતુનો બનેલો માનતા નથી માટે તેઓ મિથ્યાષ્ટિ છે. શાસ્ત્રમાં તેવા જીવોને
વ્યવહારવિમૂઢતા' કહ્યા છે. જિજ્ઞાસુ સિવાયના જીવો આ વ્યવહારવિમૂઢ છોડશે નહિ અને વ્યવહાર વિમૂઢ જીવોની મહામોટી સંખ્યા (majority) ત્રણે કાળ રહેશે. માટે ધર્મપ્રેમી જીવોએ (-દુઃખને ટાળવાના સાચા ઉમેદવારોએ) આ અધ્યાયના સૂત્ર ૧૨-૩ ની ટીકામાં જે સ્વરૂપ બતાવ્યું છે તે લક્ષમાં લઈ, આ સ્વરૂપ બરાબર સમજીને જીવ અને અજીવતત્ત્વ સ્વરૂપની અનાદિથી ચાલી આવતી ભ્રમણા ટાળવી. / ૩ાા
પુદ્ગલ દ્રવ્ય સિવાયનાં દ્રવ્યોની વિશેષતા
नित्यावस्थितान्यरूपाणि।।४।। અર્થ:- ઉપર કહેલામાંથી ચાર દ્રવ્યો [ પાળિ] રૂપ રહિત, [ નિત્ય] નિત્ય અને [ ગવરિચતાનિ] અવસ્થિત છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com