________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષશાસ્ત્ર ગુજરાતી ટીકા અધ્યાય પાંચમો
ભૂમિકા આ શાસ્ત્ર શરૂ કરતાં આચાર્ય ભગવાને પહેલા અધ્યાયના પહેલા જ સૂત્રમાં જણાવ્યું કે, સાચા સુખનો એક જ માર્ગ છે, અને તે માર્ગ સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રની એકતા છે. ત્યાર પછી તત્ત્વાર્થશ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે એમ જણાવ્યું; પછી સાત તત્ત્વો જણાવ્યાં; તે તત્ત્વોમાં પહેલું જીવતત્ત્વ છે તેની સમજણ બીજા ત્રીજા અને ચોથા અધ્યાયોમાં આપી.
બીજાં અજીવતત્ત્વ છે, તેનું જ્ઞાન આ પાંચમા અધ્યાયમાં કરાવવામાં આવ્યું છે. પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એ પાંચ “અજીવ” દ્રવ્યો છે એમ જણાવ્યા પછી તેને ઓળખવા માટે તેમના ખાસ લક્ષણો તથા તેમનાં ક્ષેત્રો બતાવ્યાં છે. જીવ સહિત છ દ્રવ્યો છે એમ જણાવીને દ્રવ્ય, ગુણ, પર્યાય, નિત્ય, અવસ્થિત તથા અનેકાંત વગેરેનું સ્વરૂપ બતાવ્યું છે.
ઈશ્વર આ જગતનો કર્તા છે એવી માન્યતા ભ્રમ ભરેલી છે; જગતનાં બધાં દ્રવ્યો પોતાથી સત્ છે, કોઈએ તેમને બનાવ્યાં નથી; આમ બતાવવા માટે “સત્ દ્રવ્ય નક્ષ' દ્રવ્યનું લક્ષણ સત્ છે” એમ ૨૯ મા સૂત્રમાં કહ્યું. જગતના બધા પદાર્થો ટકીને ક્ષણે ક્ષણે પોતામાં જ પોતાની અવસ્થા પોતે પોતાથી બદલ્યા કરે છે; આમ સનું સ્વરૂપ બતાવવા માટે ૩૦ મું સૂત્ર કહ્યું. દરેક વસ્તુ દ્રવ્યપણે નિત્ય અને પર્યાયપણે અનિત્ય છે; એમ બતાવવા માટે, “ગુણ-પર્યાયવાળું દ્રવ્ય છે' એવું દ્રવ્યનું બીજાં લક્ષણ ૩૮ મા સૂત્રમાં કહ્યું છે. દરેક દ્રવ્ય પોતે પોતાથી પરિણમે છે, તેથી એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ. આમ બતાવવા માટે ૪૨ મું સૂત્ર કહ્યું છે. વસ્તુનું સ્વરૂપ અનેકાંતમય છે, પણ તે એક સાથે કહી શકાતું નથી તેથી કથનમાં મુખ્ય-ગૌણપણું આવે છે; આમ ૩ર મા સૂત્ર માં બતાવ્યું. આ રીતે ઘણા ઉપયોગી સિદ્ધાંતો આ અધ્યાયમાં લેવામાં આવ્યા છે.
આ અધ્યાય માં સદ્રવ્યનક્ષણન; ઉત્પાવવ્યયવ્રવ્યયુ સ: ગુણપર્યાયવેત્ દ્રવ્યઃ ગર્પિતાનર્પિત સિદ્ધ અને તાવ: પરિણામ: એ પાંચ (૨૯, ૩૦, ૩૮, ૩૨, અને ૪૨) સૂત્રો વસ્તુસ્વરૂપના પાયારૂપ છે-વિશ્વધર્મના પાયારૂપ છે. આ અધ્યાય સિદ્ધ કરે છે કે, સર્વજ્ઞ સિવાય બીજું કોઈ જીવ અને અજીવનું સત્યસ્વરૂપ કહી શકે નહી. જીવ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com