________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૬ ]
[ મોક્ષશાસ્ત્ર ઉત્તર:- એવો જ તર્ક શ્રી સમયસારમાં કર્યો છે ત્યાં આ ઉત્તર આપ્યો છે કેજેમ કોઈ અનાર્ય-મલેચ્છને મલેચ્છભાષા વિના અર્થ ગ્રહણ કરાવવા કોઈ સમર્થ, નથી, તેમ વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ અશક્ય છે તેથી વ્યવહારનો ઉપદેશ છે. વળી એ જ સૂત્રની વ્યાખ્યામાં એમ કહ્યું છે કે-એ પ્રમાણે નિશ્ચયને અંગીકાર કરાવવા માટે વ્યવહાર વડે ઉપદેશ આપીએ છીએ પણ વ્યવહારનય છે તે અંગીકાર કરવા યોગ્ય નથી.
[-શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક ] ૯. મુમુક્ષુઓનું કર્તવ્ય અત્યારે આ પંચમકાળમાં આ કથનીને સમજનાર સમ્યજ્ઞાની ગુરુનું નિમિત્ત સુલભ નથી, પણ જ્યાં મળી શકે ત્યાં તેમની પાસેથી મુમુક્ષુઓએ આ સ્વરૂપ સમજવું; અને જ્યાં ન મળી શકે ત્યાં શાસ્ત્ર સમજવાનો નિરંતર ઉધમ રાખીને આ સમજવું. આના આશ્રયે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે માટે આ યથાર્થ સમજવું સશાસ્ત્રનું શ્રવણ કરવું, પઠન કરવું, ચિંતન કરવું-ભાવના કરવી, ધારવું, હેતુયુક્તિ વડે નયવિવક્ષા સમજવી, ઉપાદાન-નિમિત્તનું સ્વરૂપ સમજવું અને વસ્તુના અનેકાન્ત સ્વરૂપનો નિશ્ચય કરવો. તે સમ્યગ્દર્શન પ્રાપ્તિનું મુખ્ય કારણ છે તેથી મુમુક્ષુ જીવોએ તેનો ઉપાય નિરંતર કરવાયોગ્ય છે.
આ પ્રમાણે જીવનો અધિકાર પૂરો થયો; હવે પરશયનું એટલે કે અજીવ તત્ત્વનું સ્વરૂપ પાંચમા અધ્યાયમાં વર્ણવશે, તેમાં બધાં દ્રવ્યોને લાગુ પડતા નિયમો તથા તેમાંથી જીવને લાગુ પડતી બાબતો આચાર્ય ભગવાન બતાવશે.
એ પ્રમાણે શ્રી ઉમાસ્વામી વિરચિત મોક્ષશાસ્ત્રના ચોથા અધ્યાયની ગુજરાતી ટીકા પૂરી થઈ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com