________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૩૪] ૧-“હવે મૂઢ તથા જ્ઞાની જીવનું વિશેષપણું અન્ય પણ સાંભળો.”
જ્ઞાતા તો મોક્ષમાર્ગ સાધી જાણે, પરંતુ મૂઢ મોક્ષમાર્ગ સાધી જાણે નહિ. શા માટે? તે સાંભળો-મૂઢ જીવ આગમપદ્ધતિને વ્યવહાર કહે છે અને અધ્યાત્મપદ્ધતિને નિશ્ચય કહે છે તેથી તે આગમ અંગને એકાંતપણે સાધીને તેને મોક્ષમાર્ગ બતાવે છે. અધ્યાત્મઅંગને વ્યવહારથી પણ જાણે નહિ એવો મૂઢદષ્ટિ જીવનો સ્વભાવ છે, તેને (મૂઢને) આ પ્રમાણે સૂજે જ ક્યાંથી ? કારણ કે- આગમ અંગ બાહ્યક્રિયારૂપ પ્રત્યક્ષ પ્રમાણ છે, તેનું સ્વરૂપ સાધવું તેને સુગમ છે, તે બાહ્ય ક્રિયા કરતો થકો મૂઢ જીવ પોતાને મોક્ષમાર્ગનો અધિકારી માને છે, પરંતુ અંતર્ગર્ભિત અધ્યાત્મરૂપ ક્રિયા જે અંતર્દષ્ટિગ્રાહ્ય છે તે ક્રિયાને મૂઢ જીવ જાણે નહીં, કારણ-અંતર્દષ્ટિના અભાવથી અંતરક્રિયા દષ્ટિગોચર આવે નહિ માટે મિથ્યાદષ્ટિ જીવ મોક્ષમાર્ગને સાધવાને અસમર્થ છે.”
૨. હવે સમ્યગ્દષ્ટિનો વિચાર સાંભળો “સમ્યગ્દષ્ટિ કોણ કહેવાય તે સાંભળોઃ- સંશય, વિમોહ, વિભ્રમ એ ત્રણ ભાવ જેનામાં નથી તે સમ્યગ્દષ્ટિ. સંશય, વિમોહ અને વિભ્રમ શું છે તેનું સ્વરૂપ દષ્ટાન્તથી બતાવીએ છીએ તે સાંભળો, જેમ કોઈ સ્થાનમાં ચાર માણસો ઊભા હતા. તે બધાયની સામે બીજા એક માણસે સીપનો કટકો લાવી બતાવ્યો. પછી દરેકને પૂછ્યું કે આ શું છે? સીપ છે કે રૂપું છે? ત્યાં એકે-જેના મનમાં સંશય હતો તેણે કહ્યું મને તો કાંઈ ખબર પડતી નથી કે આ સીપ છે કે રૂપું? મારી દ્રષ્ટિમાં તો એનો કશો નિર્ણય થતો નથી. ત્યારે બીજો વિમોહવાળો બોલ્યો કે મને તો એ જ નથી સમજાતું કે તમે સીપ કોને કહો છો અને રૂપું કોને કહો છો? મારી દષ્ટિમાં તો કશું જ આવતું નથી તેથી હું નથી જાણતો કે તમે શું કહેવા માગો છો ! અથવા તે ચૂપ રહે, ઘેલછાથી બોલે નહીં. હવે ત્રીજો વિભ્રમવાળો પુરુષ બોલ્યો કે આ તો પ્રત્યક્ષ પ્રમાણ રૂપે છે, આને સીપ કોણ કહી શકે? મારી દષ્ટિમાં તો આ રૂપું જ દેખાય છે માટે સર્વ પ્રકારે આ રૂપે છે. પરંતુ તે ત્રણેય પુરુષોએ તો સીપના સ્વરૂપને જાણ્યું નહીં. તેથી તે ત્રણેય મિથ્યાવાદી છે. હવે ચોથો પુરુષ બોલ્યો કે-આ તો પ્રત્યક્ષ પ્રમાણ સીપનો કટકો છે તેમાં સંશય શો? સીપ, સીપ, સીપ, ચોક્કસ સીપ છે. જો કોઈ આને અન્ય
૧. આગમ પદ્ધતિ બે પ્રકારે છે – (૧) ભાવરૂપ-પુદ્ગલાકાર આત્માની અશુદ્ધ પરિણતિરૂપ અર્થાત્ અવતાદિના અશુભ પરિણામ તથા દયા, દાન, પૂજા, અનુકંપા, અણુવ્રતમહાવ્રત, મુનિના ૨૮ મૂલગુણોનું પાલનાદિ શુભભાવરૂપ જીવના મલિન પરિણામ અને (૨) દ્રવ્યરૂપ પુદ્ગલપરિણામ.
૨. અંતર્દષ્ટ વડે મોક્ષમાર્ગને સાધવો તે અધ્યાત્મ અંગનો વ્યવહાર છે. મોક્ષમાર્ગ સાધવો તે વ્યવહાર અને શુદ્ધદ્રવ્ય અક્રિયારૂપ તે નિશ્ચય.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com