________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
અ. ૪ ઉપસંહાર ]
[ ૩૦૧
ઇત્યાદિ વિશેષ ધર્મો છે. વસ્તુ સમજવાને માટે પ્રશ્ન ઊઠતાં પ્રશ્ન વશથી તે ધર્મોના સંબંધમાં વિધિ-નિષેધરૂપ વચનના સાત ભંગ થાય છે. તે સાત ભંગોમાં ‘સ્યાત્’ એવું પદ લગાડવું. ‘ કથંચિત ’–‘ કોઈ પ્રકારે' એવા અર્થમાં ‘સ્યાત્' શબ્દ છે; તેના વડે વસ્તુને અનેકાન્ત સ્વરૂપે સાધવી.
૨. સસભંગી અને અનેકાંત
(૧) વસ્તુ સ્યાત્ અસ્તિત્વરૂપ છે એમ કોઈ પ્રકારે-પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવપણે અસ્તિત્વરૂપ કહેવાય છે. ૧. વસ્તુ સ્યાત્ નાસ્તિત્વરૂપ છે- એમ પ૨વસ્તુનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવપણે નાસ્તિત્વરૂપ કહેવાય છે. ૨. વળી વસ્તુ સ્યાત્ અસ્તિત્વનાસ્તિત્વરૂપ છે-એમ વસ્તુમાં અસ્તિ-નાસ્તિ બન્ને ધર્મો રહેલા છે; તે વચન વડે ક્રમથી કહી શકાય છે. ૩. વળી વસ્તુ સ્યાત્ અવક્તવ્ય છે; જોકે વસ્તુમાં અસ્તિ, નાસ્તિ બન્ને ધર્મો એક જ વખતે રહેલા છે તોપણ વચન વડે એક સાથે બન્ને ધર્મો કહી શકાતા નથી; તેથી કોઈ પ્રકારે વસ્તુ અવક્તવ્ય છે. ૪. અસ્તિત્વપણે વસ્તુસ્વરૂપ કહી શકાય છે, પણ અસ્તિ-નાસ્તિ બન્ને ધર્મો વસ્તુમાં એક સાથે રહેલા છે, તેથી વસ્તુ કહી શકાતી નથી. આ રીતે વસ્તુ વક્તવ્ય પણ છે અને અવક્તવ્ય પણ છે; તેથી સ્યાત્ અસ્તિત્વ અવક્તવ્ય છે. ૫. એજ પ્રમાણે (-અસ્તિત્વની જેમ ) વસ્તુને સ્યાત્ નાસ્તિત્વ અવક્તવ્ય કહેવી. ૬. વળી બન્ને ધર્મ ક્રમે કહી શકાય પણ એક સાથે કહી શકાય નહિ તેથી વસ્તુને સ્યાદ્ અસ્તિત્વ -નાસ્તિત્વ અવક્તવ્ય કહેવી. ૭. ઉ૫૨ પ્રમાણે સાત ભંગ વસ્તુમાં સંભવે છે.
(૨) એ પ્રમાણે એકત્વ, અનેકત્વ વગેરે સામાન્ય ધર્મો પર તે સાત ભંગ વિધિનિષેધથી લગાડવા. જ્યાં જે અપેક્ષા સંભવે તે લગાડવી. વળી તે જ પ્રમાણે જીવત્વ, અજીવત્વ આદિ વિશેષધર્મોમાં તે ભંગો લગાડવા. જેમ કે-જીવ નામની વસ્તુ છે તે સ્યાત્ જીવત્વ છે, સ્થાત્ અજીવત્વ છે, ઇત્યાદિ પ્રકારે લગાડવા. ત્યાં આ પ્રમાણે અપેક્ષા સમજવી કે-જીવનો પોતાનો જીવત્વ ધર્મ જીવમાં છે તેથી જીવત્વ છે, ૫૨-અજીવનો અજીવત્વધર્મ જીવમાં નથી તોપણ જીવના બીજા (–જ્ઞાન સિવાયના) ધર્મોને મુખ્ય કરીને કહીએ ત્યારે તે ધર્મોની અપેક્ષાએ અજીવત્વ છે; ઇત્યાદિ સાત ભંગ લગાડવા. તથા અનંત જીવો છે તેની અપેક્ષાએ એટલે કે પોતાનું જીવત્વ પોતામાં છે અને પરનું જીવત્વ પોતામાં નથી તેથી ૫૨ જીવોની અપેક્ષાએ અજીવત્વ છે; એ પ્રમાણે પણ અજીવત્વ ધર્મ સાધી શકાય છે-કહી શકાય છે. આ પ્રમાણે અનાદિનિધન અનંત જીવ, અજીવ વસ્તુઓ છે. તે દરેકમાં પોતપોતાના દ્રવ્યત્વ, પર્યાયત્વ વગેરે અનંત ધર્મો છે. તે ધર્મો સહિત સાત ભંગથી વસ્તુને સાધવી–સિદ્ધ કરવી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com