________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
અ. ૪ સૂત્ર ૯-૧૦ ]
[ ૨૭૭
હોતી નથી, છતાં પંચમગુણસ્થાનવર્તી (દેશસંયમી) કરતાં તેમને કષાયશક્તિ ઘણી હોવાથી તે ચોથાગુણસ્થાનવર્તી-અસંયમી છે. પંચમગુણસ્થાનવર્તી જીવ વેપા૨ અને અબ્રહ્મચર્યાદિ કષાય કાર્યરૂપ ઘણા પ્રવર્તતા હોય છે તોપણ તેમને મંદકષાયશક્તિ હોવાથી દેશસંયમી કહ્યા છે.
૩. વળી આ સૂત્ર એમ પણ બતાવે છે કે નવ ત્રૈવેયકના મિથ્યાદષ્ટિ જીવોને બાહ્ય બ્રહ્મચર્ય છે તો પણ તેઓ પહેલા ગુણસ્થાને છે અને પાંચમા ગુણસ્થાનવર્તી જીવો ૫૨ણે છે તથા અબ્રહ્મચર્યાદિ કાર્યરૂપ પ્રવર્તે છે તો પણ તે દેશસંયમી સભ્યષ્ટિ છે. (૫) આ સૂત્રનો સિદ્ધાંત
બાહ્ય સંયોગોના સદ્ભાવ કે અભાવને અને બાહ્ય પ્રવૃત્તિ કે નિવૃત્તિને અનુસરીને જીવની અપવિત્રતા કે પવિત્રતાનો નિર્ણય કરવો તે ન્યાયવિરુદ્ધ છે; પણ અંતરંગ માન્યતા અને કષાયશક્તિ ઉપરથી જ જીવની અપવિત્રતા કે પવિત્રતાનો નિર્ણય કરવો તે ન્યાયસર છે. મિથ્યાદષ્ટિ બહિરાત્મા (બહારથી આત્માનું માપ કરનારો) હોવાથી તે સાચો નિર્ણય કરી શકે નહિ કેમકે તેનું લક્ષ બાહ્ય સંયોગોના સદ્ભાવ કે અભાવ ઉપર તથા બાહ્ય પ્રવૃત્તિ કે નિવૃત્તિ ઉપર હોવાથી તે બહારના આધારે નિર્ણય કરે છે. સમ્યગ્દષ્ટિ અંતરાત્મા (અંતરદષ્ટિથી આત્માનું માપ કરનાર) હોવાથી તેનો નિર્ણય અંતરંગ સ્થિતિ ઉપર અવલંબે છે, તેથી તે અંતરંગ માન્યતા અને કષાયશક્તિ કેવી છે તે ઉ૫૨થી નિર્ણય કરે છે, તે કા૨ણે તેનો નિર્ણય સાચો હોય છે. ।। ૯।।
ભવનવાસી દેવોના દસ ભેદો
भवनवासिनोऽसुरनागविद्युत्सुपर्णग्निवातस्तनितोदधिદીવિષ્ણુમારા:।। ૬૦||
અર્થ:- ભવનવાસી દેવોના દસ ભેદ છે-૧. અસુરકુમાર, ૨. નાગકુમા૨, ૩. વિદ્યુત્ક્રુમાર, ૪. સુપર્ણકુમાર, ૫. અગ્નિકુમાર, ૬. વાતકુમાર, ૭. સ્તનિતકુમા૨, ૮. ઉદધિકુમા૨, ૯. દ્વીપકુમા૨ અને ૧૦. દિકુમા૨.
ટીકા
(૧) ૨૦ વર્ષની નીચેના યુવાનોનું જેવું જીવન અને ટેવો હોય છે તેવું જીવન અને ટેવો આ દેવોને પણ હોય છે તેથી તેઓ ‘ કુમા૨’ કહેવાય છે.
(૨) તેઓનું રહેઠાણ નીચે મુજબ છેઃ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com