________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૮ ].
[ મોક્ષશાસ્ત્ર ૧૭. પ્રત્યેકબુદ્ધિતાબુદ્ધિ-પરના ઉપદેશ વિના જે પોતાની શક્તિવિશેષથી જ્ઞાન-સંયમના વિધાનમાં નિપુણ હોય તે પ્રત્યેકબુદ્ધતાબુદ્ધિ છે.
૧૮. વાદિવબુદ્ધિ-ઇન્દ્ર વગેરે આવીને વાદ કરે તેને નિરુત્તર કરી દે, પોતે રોકાય નહિ અને સામા વાદીના છિદ્રને જાણી લે એવી શક્તિ તે વાદિત્વબુદ્ધિ છે.
એ પ્રમાણે આઠ ઋદ્ધિઓમાંથી પહેલી બુદ્ધિઋદ્ધિના અઢાર પ્રકાર છે. આ બુદ્ધિઋદ્ધિ સમ્યજ્ઞાનનો મહાન મહિમા જણાવે છે.
(૫) બીજી ક્રિયાઋદ્ધિનું સ્વરૂપ કિયાઋદ્ધિ બે પ્રકારની છે- ૧. આકાશગામિત્વ અને ૨. ચારણ.
૧. ચારણઋદ્ધિ અનેક પ્રકારની છે. જળ ઉપર પગ મૂકતાં ઉપાડતાં જળકાયિક જીવોને બાધા ન ઊપજે તે જલચારણઋદ્ધિ છે. ભૂમિથી ચાર આંગળ ઊંચા આકાશમાં શીઘ્રતાથી સેંકડો યોજન ગમન કરવામાં સમર્થતા તે જંઘાચરણઋદ્ધિ છે. તેમ જ તંતુ-ચારણ, પુષ્પચારણ, પત્રચારણ, શ્રેણીચારણ, અગ્નિશિખાચારણ ઈત્યાદિ ચારણઋદ્ધિ છે. પુષ્પ, ફળ વગેરે ઉપર ગમન કરવાથી તે પુષ્પ, ફળ વગેરેના જીવોને બાધા ન થાય તે સમસ્ત ચારણઋદ્ધિ છે.
૨. આકાશગામિત્વવિક્રિયાઋદ્ધિ- પર્યકઆસને બેસી વા કાયોત્સર્ગ આસન કરી, પગને ઉપાડયા-મેલ્યા વગર આકાશમાં ગમન કરવામાં કુશળ હોય તે આકાશગામિત્વક્રિયાઋદ્ધિના ધારક છે.
(૬) ત્રીજી વિક્રિયાઋદ્ધિ નું સ્વરૂપ વિક્રિયાઋદ્ધિના અનેક પ્રકારો છે. ૧. અણિમા, ૨. મહિમા, ૩. લઘિમા, ૪. ગરિમા, ૫. પ્રાતિ, ૬. પ્રાકામ્ય, ૭. ઈશિત્વ, ૮. વશિત્વ, ૯. અપ્રતિઘાત, ૧૦. અંતર્ધાન, ૧૧. કામરૂપિત્ર વગેરે અનેક છે. તેનું સ્વરૂપ નીચે પ્રમાણે છે. -
અણુમાત્ર શરીર કરવાનું સામર્થ્ય તે અણિમાઋદ્ધિ છે, તે કમળના છિદ્રમાં પ્રવેશ કરી ત્યાં બેસી ચક્રવર્તીની વિભૂતિ રચ-૧. મેરુથી પણ મહાન શરીર કરવાનું સામર્થ્ય તે મહિમાદ્ધિ –૨. પવનથી પણ હલકું શરીર કરવાનું સામર્થ્ય તે લઘિમાદ્ધિ-૩. વજથી પણ અતિ ભારે શરીર કરવાનું સામર્થ્ય તે ગરિમાદ્ધિ-૪. ભૂમિમાં બેસી આંગળીને અગ્ર કરી મેરુપર્વતના શિખર તથા સૂર્ય-વિમાનાદિને સ્પર્શન કરવાનું સામર્થ્ય તે પ્રાપ્તિઋદ્ધિ-૫. જળમાં જમીનને ઉન્મજ્જન (ઉપર લાવવી) તેમ જ નિમજ્જના (બુડાડવી) એવું સામર્થ્ય તે પ્રાકામ્યઋદ્ધિ-૬. ત્રિલોકનું પ્રભુપણું રચવાનું સામર્થ્ય તે ઇશિત્વઋદ્ધિ-૭. દેવ, દાનવ, મનુષ્ય વગેરેને વશીકરણ કરવાનું સામર્થ્ય તે વશિત્વઋદ્ધિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com