________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૨ ]
[ મોક્ષશાસ્ત્ર પરપદાર્થો પ્રત્યેની જીવની એકત્વબુદ્ધિ તે જ ખરું દુઃખ છે. તે દુઃખ વખતે નરક ગતિમાં નિમિત્ત તરીકે બાહ્ય સંયોગો કેવા હોય તેનું જ્ઞાન કરાવવા માટે આ ત્રણ સૂત્રો કહ્યાં છે; પણ તે શરીરાદિ દુઃખનાં ખરેખર કારણ છે એમ સમજવું નહિ. | પાા
નરકના ઉત્કૃષ્ટ આયુનું પ્રમાણ तेष्वेकत्रिसप्तदशसप्तदशद्वाविंशतित्रयस्त्रिंशत्सागरोपमा
સત્તાનાં ૫૨T સ્થિતિ:ો દ્દા અર્થ:- તે નરકોમાં નારકી જીવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ક્રમથી પહેલીમાં એક સાગર, બીજીમાં ત્રણ સાગર, ત્રીજીમાં સાત સાગર, ચોથીમાં દસ સાગર, પાંચમીમાં સત્તર સાગર, છઠ્ઠીમાં બાવીસ સાગર અને સાતમીમાં તેત્રીસ સાગર છે.
ટીકા (૧) નારકીમાં ભયાનક દુઃખ હોવા છતાં નારકીઓનું આયુષ્ય નિરુપક્રમ હોય છે-તેનું અકાળમૃત્યુ થતું નથી.
(૨) આયુષ્યનો આ કાળ વર્તમાન મનુષ્યના આયુષ્યની અપેક્ષાએ લાંબો લાગે, પણ જીવ અનાદિથી છે અને મિથ્યાષ્ટિપણાના કારણે આવું નારકીપણું જીવે અનંતવાર ભોગવ્યું છે. અધ્યાય ૨, સૂત્ર ૧૦ ની ટીકામાં દ્રવ્ય, ક્ષેત્ર કાળ, ભવ અને ભાવ પરિભ્રમણ (પરાવર્તન) નું જ સ્વરૂપ આપ્યું છે તે જોતાં માલૂમ પડશે કે આ કાળ તો મહાસાગરના એક બિંદુમાત્ર પાણી કરતાં પણ ઘણો ઓછો છે.
(૩) નારકીના જીવોને જે ભયાનક દુ:ખ છે તે ખરી રીતે જોતાં માઠાં શરીર, વેદના, મારપીટ, તીવ્રઉષ્ણતા, તીવ્રશીતતા વગેરેના કારણે નથી; પણ મિથ્યાદષ્ટિપણે તે સંયોગો પ્રત્યે અનિષ્ટપણાની ખોટી કલ્પના કરી જીવ તીવ્ર આકુળતા કરે છે તેનું દુ:ખ છે. પર સંયોગો અનુકૂળ-પ્રતિકૂળ છે જ નહિ, પણ તે ખરી રીતે તો જીવના જ્ઞાનના ક્ષયોપશમના ઉપયોગ અનુસાર જ્ઞય (જ્ઞાનમાં જણાવા લાયક) પદાર્થો છે; તે પદાર્થો દેખીને જ્યારે અજ્ઞાની જીવ દુ:ખની કલ્પના કરે છે ત્યારે પરદ્રવ્યો ઉપર દુઃખમાં નિમિત્ત થયાં' એવો આરોપ આવે છે.
(૪) શરીર ગમે તેટલું ખરાબ હોય, ખાવાનું પણ મળતું ન હોય, પાણી પીવા મળતું ન હોય, તીવ્ર ગરમી કે તીવ્ર ઠંડી હોય અને બહારના સંયોગો (અજ્ઞાનદષ્ટિએ) ગમે તેવા પ્રતિકૂળ ગણે પરંતુ તે સંયોગો જીવોને સમ્યગ્દર્શન (ધર્મ) કરવામાં બાધક નીવડતા નથી, કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને કદી બાધક નથી. નરકગતિમાં પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com