________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૩ સૂત્ર ૨ ]
[ ૨૩૯ અબ્બહુલભાગમાં નારકીઓ રહે છે. આ પૃથ્વીનો કુલ વિસ્તાર એક લાખ એંસી હજાર યોજન છે. [ ૨૦OO કોસનો એક જોજન ગણવો.] (૨) આ પૃથ્વીઓના રૂઢિગત નામ-૧. ધમ્મા, ૨. વંશા, ૩. મેઘા, ૪.
અંજના, ૫. અરિષ્ટા, ૬. મઘવી અને ૭. માઘવી છે. (૩) અબુ (વનોદધિ ) વાતવલય = વરાળનું ઘટ વાતાવરણ. ઘનવાતવલય = ઘટ હવાનું વાતાવરણ. તનુવાતવલય = પાતળી હવાનું વાતાવરણ, વાતવલય = વાતાવરણ. આકાશ' કહેતાં અહીં અલોકાકાશ સમજવું./ ૧ાા
સાત પૃથિવીઓમાં બિલોની સંખ્યા तासु त्रिंशत्पंचविंशतिपंचदशदशत्रिपंचोनैकनरकशतसहस्त्राणि
પં ચૈવ યથાવ્રમમ્ા ૨ા અર્થ- તે પૃથ્વીઓમાં ક્રમથી પહેલીમાં ત્રીસ લાખ, બીજીમાં પચીસ લાખ, ત્રીજીમાં પંદર લાખ, ચોથીમાં દસ લાખ, પાંચમીમાં ત્રણ લાખ, છઠ્ઠીમાં એક લાખમાં પાંચ ઓછા (૯૯૯૯૫) અને સાતમીમાં પાંચ જ નરક-બિલો છે. [ આ બિલો જમીનમાં ખાડા કરેલા ઢોલની પોલ સમાન છે; કુલ ૮૪ લાખ નરકવાસા (બીલો) છે.]
કેટલાક જીવો મનુષ્યગતિ અને તિર્યંચગતિ એ બે જ ગતિ માને છે કેમ કે તેઓ તે પ્રકારના જ જીવોને દેખે છે; તેમનું જ્ઞાન સંકુચિત હોવાથી તેઓ એમ માને
છે કે મનુષ્ય કે તિર્યંચગતિમાં તીવ્રદુઃખ તે જ નરકગતિ છે; બીજી કોઈ નરકગતિ તેઓ માનતા નથી. પરંતુ તેમની તે માન્યતા ખોટી છે કેમકે મનુષ્ય અને તિર્યંચગતિથી જુદી એવી નરકગતિ તે જીવના અશુભભાવનું ફળ છે. તેના હોવાપણાની સાબિતી નીચે મુજબ છે
નરકગતિની સાબિતી જે જીવ મહા આકરાં ભૂંડાં દુષ્કૃત્યો કરે છે અને પાપકાર્યો કરતી વખતે સામા જીવોને શું દુઃખ થાય છે તે જોવાની પોતે ધીરજ રાખતો નથી તથા પોતાને સગવડ થાય તેવી એક પક્ષની દુષ્ટ બુદ્ધિમાં એકાગ્ર થાય છે; તે જીવને તેવા કૂર પરિણામોના ફળરૂપ આંતરા વિનાના અનંત અગવડતા ભોગવવાનાં સ્થાન અપોલોકમાં છે, તેને નરકગતિ કહેવાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com